January 15, 2025

Champions Trophy 2025: જો પાકિસ્તાન જીદ નહીં છોડે તો થશે તેને ભારે નુકસાન

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષેના ફેબ્રુઆરીમાં રમાવાની છે. જેમાં 8 ટીમો વિશ્વભરની ભાગ લેવાની રહેશે. પરંતુ મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું સ્થળ શું હશે તે પણ નક્કી થયું નથી. બીજી બાજૂ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક વાત પર અડગ છે કે પાકિસ્તાનમાં આ ચેમ્પિયન્સ ટ્રોફી આયોજન કરવામાં આવે. ICC થોડા જ સમયમાં સમગ્ર મામલે અંતિમ નિર્ણય આપી શકે છે.

આ પણ વાંચો: ભુવનેશ્વર કુમાર 11 વર્ષ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદથી થયો અલગ, પોસ્ટ લખીને કહી આ વાત

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે
PCB દ્વારા તૈયાર કરવામાં આવેલ શેડ્યૂલ પ્રમાણે 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ પ્રમાણે આ ટૂર્નામેન્ટને આડે 90 દિવસથી ઓછા સમય બાકી છે. મહત્વની વાત એ છે કે કોઈપણ ICC ટૂર્નામેન્ટનું શેડ્યૂલ ઓછામાં ઓછા 90 દિવસ પહેલા જાહેર કરવું પડે છે. જોકે હવે તેની પણ મર્યાદા પણ હવે સમાપ્ત થઈ ગઈ છે. ICC આ સમગ્ર મામલે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવાના મૂડમાં છે. આવતીકાલે 29 નવેમ્બર, શુક્રવારે ICCની બેઠક યોજાવાની છે. પીસીબી જો પોતાની વાત પર અડગ રહેશે તો તેને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. જેમ જેમ સ્થળ નક્કી થશે તે બાદ શેડ્યુલની જાહેરાત કરવામાં આવી શકે છે.