December 11, 2024

ભુવનેશ્વર કુમાર 11 વર્ષ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદથી થયો અલગ, પોસ્ટ લખીને કહી આ વાત

Bhuvneshwar Kumar: ભુવનેશ્વર કુમાર IPL 2025માં હૈદરાબાદની ટીમમાંથી નહીં પરંતુ હવે તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા જોવા મળશે. ભુવનેશ્વર કુમારે સનરાઇઝર્સ હૈદરાબાદને ભાવનાત્મક રીતે અલવિદા કહ્યું છે.

11 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો
ભુવનેશ્વર કુમારને IPL 2025ની મેગા હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂપિયા 10.75 કરોડની કિંમતમાં ખરીદ્યો લીધો છે. ભુવનેશ્વર કુમાર 11 વર્ષથી હૈદરાબાદની ટીમ સાથે હતો, પરંતુ આખરે 11 વર્ષ પછી તેઓ હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાથે જોડાયો છે. ટીમથી અલગ થયા બાદ ભુવનેશ્વરે હૈદરાબાદને ભાવુક પોસ્ટ લખી હતી અને ભાવુક થઈને અલવિદા કહ્યું હતું. ભુવનેશ્વર કુમાર 2014થી સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે હતો.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહને મળી ગયો નવો બોલિંગ પાર્ટનર

કેટલીક ખાસ પળો શેર કરી
ભુવીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોને કેપ્શનમાં ભુવનેશ્વર કુમારે લખ્યું કે “SRH સાથેના 11 અવિશ્વસનીય વર્ષો પછી, હું આ ટીમને અલવિદા કહી રહ્યો છું, મારી પાસે ઘણી બધી યાદો છે જે ક્યારે પણ ભૂલાય તેવી નથી. તેમાંથી ખાસ તો એ યાદ કે જેમાં ચાહકોનો પ્રેમ. હું આ પ્રેમને હમેંશા મારી સાથે રાખીશ.