December 23, 2024

સિદ્ધપુરમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કર્યા

પાટણ: સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત સિદ્ધપુર ખાતે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ગોવિંદ માધવ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

70 વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ
સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા યોજાયેલા સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત સિદ્ધપુર ખાતે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ગોવિંદ માધવ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જાનવીબેન શુકલએ સંસ્કૃત ભાષાનું મહત્વ અને વ્યક્તિના જીવનમાં તેની ઉપયોગીતા વિશે સમજૂતી આપી હતી. આ સાથે તેમણે 70 વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: ભારતમાં પ્રોસેસ્ડ શાકભાજી અને ફળોના લાર્જેસ્ટ એક્સપોર્ટર HyFun Foodsનું નવીનતમ સાહસ

મોટી સંખ્યામાં હાજરી આપી
આ કાર્યક્રમમાં ડો.શૈલેષ મહેતા અધ્યાપક ગોકુલ યુનિવર્સિટી જ્યોતિષ આચાર્ય, હિતેશભાઈ પંડ્યા પ્રમુખ બ્રહ્મ સમાજ ,જીજ્ઞાબેન દવે યોગાંજલિ પરિવાર, અરુણભાઈએ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આર્યા ભરતકુમાર વ્યાસે આ પરીક્ષામાં 100 માંથી 100 ગુણ મેળવતા તેનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો અને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શહેરના પ્રબુદ્ધનાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.