January 24, 2025

ટ્રમ્પ પર ફાયરિંગ વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને માની પોતાની આ ‘ભૂલ’

Attack On Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગનો મામલો ગરમાયો છે. હુમલા પછીના તેમના પ્રથમ ઇન્ટરવ્યુમાં પ્રમુખ જો બાઈડને એક ન્યૂઝને જણાવ્યું હતું કે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ‘બુલ્સ-આઇ’માં મૂકવા તે તેમની ‘ભૂલ’ હતી. શનિવારે એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પ પર ગોળી વાગી હતી. આ ગોળી તેમના કાનને અડીને પસાર થઈ ગઈ હતી.

પોતાના ઈન્ટરવ્યુમાં જો બાઈડન પોતાની ભૂલ સ્વીકારી પણ ટ્રમ્પ પર નિશાન સાધ્યું. બાઈડન કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો ભડકાઉ છે અને ચેતવણી આપી હતી કે ટ્રમ્પ લોકશાહી સંસ્થાઓ માટે ખતરો છે. બાઈડન તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ભંડોળ એકત્રીકરણ કાર્યક્રમમાં બુલ્સ-આઇ ટિપ્પણી કરી હતી. તે સમયે બાઈડન કહ્યું હતું કે તેમણે તેમના નબળા ડિબેટ પ્રદર્શન વિશે બોલવાનું બંધ કરી દીધું છે અને હવે ટ્રમ્પને ‘બુલ્સ-આઈ’માં મૂકવાનો સમય આવી ગયો છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન, બાઈડન તેની ઉંમર અને માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે તેની માનસિક ક્ષમતા ઘણી સારી છે. બાઈડને કહ્યું કે ઉંમર પર સવાલ ઉઠાવવો યોગ્ય છે, પરંતુ મારી તમામ ક્ષમતાઓ પર મારો અધિકાર છે. બાઈડને કહ્યું, “હું મોટો છું, મારી ઉંમર ટ્રમ્પ કરતા વધારે છે. પરંતુ હું ટ્રમ્પ કરતાં માત્ર ત્રણ વર્ષ મોટો છું અને બીજું, મારી માનસિક સ્થિતિ સારી છે. મેં સાડા ત્રણ વર્ષમાં અન્ય રાષ્ટ્રપતિ કરતાં વધુ કામ કર્યું છે.

આ પણ વાંચો: ક્યાંક તો ભ્રષ્ટાચાર થયો છે… બિહારમાં પડી રહેલા પુલ પર ચિરાગ પાસવાનનું નિવેદન

ટ્રમ્પ પર હુમલા બાદ પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો હતો
ટ્રમ્પ પર તાજેતરના હુમલા બાદ બાઈડન તેમનું ચૂંટણી પ્રચાર બંધ કરી દીધો હતો. હુમલા બાદ તેણે ફોન પર ટ્રમ્પની હાલત વિશે પણ પૂછ્યું અને કહ્યું કે ટ્રમ્પ ઠીક છે. ટ્રમ્પે ફોન કર્યા બાદ બાઇડનનો આભાર માન્યો હતો. તેમણે પોતાની ભૂલ સ્વીકાર્યા પછી પણ, બાઈડને કહ્યું કે ટ્રમ્પની રેટરિક લોકશાહી માટે ખતરો છે.

બાઇડનની ઉમેદવારીથી અસંતોષ ડેમોક્રેટિક પાર્ટીમાં જ દેખાય છે. બાઈડને ઇન્ટરવ્યુમાં પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે.

ટ્રમ્પના ભડકાઉ રેટરિક પર બોલતા જો બાઈડને કહ્યું કે જો તેઓ ચૂંટણી હારી જશે તો દેશમાં હિંસા થઈ શકે છે. બાઈડને 2020ની ચૂંટણીના પરિણામો પછી વ્હાઇટ હાઉસમાં થયેલી હિંસા માટે ટ્રમ્પને પહેલેથી જ જવાબદાર ઠેરવ્યા છે અને તેમને લોકશાહી માટે ખતરો માને છે.