November 20, 2024

Budget 2024: રોજગાર-કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડનું બજેટ

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કરી રહ્યા છે. તેમનું બજેટ ભાષણ શરૂ થઈ ગયું છે. રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે બજેટમાં 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે. 4%ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વના વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે.’

આ પણ વાંચો: મોદી સરકારની મોટી જાહેરાત, PM Garib Kalyan Yojana પાંચ વર્ષ માટે લંબાવાઈ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, ‘ભારતની જનતાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.’ તેઓ ઐતિહાસિક ત્રીજી મુદત માટે ફરી ચૂંટાયા છે. નાણામંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મુશ્કેલ સમયમાં પણ ચમકી રહી છે.