January 18, 2025

રિતેશ પાંડે બાદ જૌનપુરના BSP સાંસદ કોંગ્રેસ સાથે હાથ મિલાશે?

Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશના આંબેડકર નગરથી BSPની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીતનાર રિતેશ પાંડેએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. માહિતી અનુસાર બસપાને વધુ એક મોટો ફટકો પડી તેવી સંભાવના છે. આંબેડકર નગરના સાંસદ અને પૂર્વ બસપા નેતા રિતેશ પાંડેના ભાજપમાં જોડાવા બદલ UP કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે ઈશારા દ્વારા મોટો સંદેશ આપ્યો છે. હાથરસ પહોંચેલી રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે કહ્યું કે, ‘BSPના જૌનપુરના સાંસદ શ્યામ સિંહ યાદવ રાહુલ ગાંધીના સ્વાગત માટે આગ્રા આવી રહ્યા છે. કોંગ્રેસ મજબૂતી સાથે ઉભી છે, જો લોકો ભાજપમાં જઇ રહ્યાં છે તે પદની લાલચ માટે જઇ રહ્યાં છે અને સત્તામાં જવા માંગે છે. બસપાના જે લોકો કોંગ્રેસ સાથે આવી રહ્યાં છે તે લોકો સંઘર્ષ અને લડાઇ કરવા આવી રહ્યાં છે.’

વર્ષ 2019માં શ્યામ સિંહ યાદવે BSPની ટિકિટ પર જૌનપુર સીટ જીતી
નોંધનીય છે કે વર્ષ 2019માં શ્યામ સિંહ યાદવે BSPની ટિકિટ પર જૌનપુર સીટ જીતી હતી. શ્યામ સિંહ યાદવે ભાજપના કૃષ્ણ પ્રતાપને હરાવ્યા હતા. જો આ બેઠક પર કોંગ્રેસના પ્રદર્શનની વાત કરીએ તો કોંગ્રેસને છેલ્લી જીત આ સીટ પર વર્ષ 1984માં મળી હતી. હવે સવાલ એ છે કે જો BSP સાંસદ શ્યામ સિંહ યાદવ કોંગ્રેસમાં જોડાય છે તો કોંગ્રેસ તેમને ક્યાં ટિકિટ આપશે. કારણ કે યુપીમાં કોંગ્રેસને જે 17 સીટો મળી છે તેમાં જૌનપુર સીટ સામેલ નથી. નોંધનયી છે કે સંસદના બજેટ સત્ર દરમિયાન શ્યામ સિંહ યાદવ રાહુલ ગાંધીને મળ્યા હતા. તેઓ પોતાની કારમાં સંસદ ભવનથી 10 જનપથ સ્થિત રાહુલના નિવાસસ્થાને ગયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે તેમણે કેન્દ્રીય બજેટ અને યુપી સરકારના બજેટની પ્રશંસા કરી હતી ત્યારે શ્યામ સિંહ યાદવ પણ ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂ થઇ હતી.

અગાઉ બપસાના બે સાંસદ પાર્ટી છોડી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે બસપાના બે સાંસદ પહેલા જ પાર્ટી છોડી ચૂક્યા છે. અમરોહાના સાંસદ કુંવર દાનિશ અલીને BSPએ પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે હાંકી કાઢ્યા હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીને બસપાએ 2024 માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી બાજુ અન્ય એક સાંસદ મલુક નાગર RLDમાં સામેલ થવાની અટકળો પણ ચાલી રહી છે. સાંસદ મલુક નાગર બિજનૌરથી બસપાના સાંસદ છે. સાથે સાથે છેલ્લા ઘણા દિવસોથી લાલગંજ લોકસભા સીટના સાંસદ સંગીતા આઝાદ પણ ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.