May 3, 2024

યુપીના કૌશમ્બીમાં ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 4 લોકોનાં મોત

Kaushambi News: કૌશમ્બીમાં રવિવારે એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. યુપીના કૌશમ્બી જિલ્લાના કોખરાજ ભરવારી શહેરના શરાફત અલીમાં આ ઘટના બની હતી. સ્થાનિક લોકોની માહિતી અનુસરા અહીં લગ્ન માટે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. રવિવારે આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને ચાર લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતા જ એસપી સહિત અનેક પોલીસ સ્ટેશનના પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસપી બ્રિજેશ શ્રીવાસ્તવ સહિત અનેક પોલીસ સ્ટેશનના દળો ઘટના સ્થળે હાજર છે. બીજી બાજુ સીએમ યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઘટના પગલે સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા કડક સૂચના આપી છે.

‘ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ’
સીએમએ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર અપાવમા માટે સૂચના આપી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ફટાકડાના ટુકડા ઘણા કિલોમીટર દૂર સુધી ઉડી ગયા હતા. બીજી બાજુ એસપી બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે પણ પૃષ્ટી કરી ખે ‘ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે અને આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. કેટલાક ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સાથે સાથે બચાવ કામગીરી ચાલી રહી છે.’

માહિતી અનુસાર આ દુર્ઘટનામાં હજુ પણ કેટલાંક લોકો ફસાયેલા છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છે. આ રેસ્કૂમાં પોલીસ અને સ્થાનિક લોકો બચાવકર્મીઓ મદદ કરી રહ્યા છે. માહિતી અનુસાર આ ફટાક્ડાની ફેક્ટરી પ્રયાગરાજ કાનપુર હાઈવે પાસે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો. બીજી બાજુ આ ઘટનાથી નારાજ લોકોએ ત્યાંના પ્રશાસન સામે વિરોધ પણ કર્યો છે. આ ફેક્ટરી કૌશલ અલી નામની વ્યક્તિની હોવાનું કહેવાય છે.