December 25, 2024

BSNLનો આવી ગયો 150 દિવસનો સસ્તો પ્લાન

BSNL તેના ગ્રાહકો માટે અલગ અલગ સસ્તા પ્લાન લઈને આવી રહ્યું છે. ફરી એક વાર કંપનીએ એક એવો સસ્તો પ્લાન એડ કર્યો છે. જેમાં તમને ફાયદો થશે. આવો જાણીએ આ 150 દિવસના પ્લાન વિશે.

રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો
સરકારી ટેલિકોમ કંપની BSNLના ફરી સારા દિવસો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારથી Jio, Airtel અને Viએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે ત્યારથી જ BSNL એક પછી એક સસ્તા પ્લાન લાવી રહ્યું છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ માત્ર બે મહિનામાં લગભગ 50 લાખ નવા યુઝર્સ BSNL સાથે જોડાયા છે. હવે ફરી એક વખત નવો સસ્તો પ્લાન રજૂ કર્યો છે.

આ પણ વાંચો: પુણે ટેસ્ટમાં હાર બાદ ગૌતમ ‘ગંભીર’, ખેલાડીઓનો આરામ કર્યો હરામ

BSNLનો 150 દિવસના પ્લાન
BSNL તેના ગ્રાહકો માટે 150 દિવસની વેલિડિટી સાથે સસ્તો પ્લાન રજૂ કર્યો છે. ખાસ વાત એ છે કે તેના માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં. BSNL પાસે તેના ગ્રાહકો માટે 150 દિવસની વેલિડિટી સાથે એક શાનદાર રિચાર્જ પ્લાન છે. જેમાં તમે ફ્રી કોલિંગ, ડેટા, ફ્રી એસએમએસ જેવી સેવા મળી રહેશે. જેની કિંમત 400 રૂપિયાથી ઓછી છે. તમે તે પ્લાન રુપિયા 397માં ખરીદીને તમે 150 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. તેના ફાયદાની વાત કરવામાં આવે તો કંપની ગ્રાહકોને 30 દિવસ માટે દરરોજ 2GB ડેટા ઓફર કરે છે. ડેટા લિમિટ ખતમ થયા પછી, તમે 40Kbpsની સ્પીડથી ઇન્ટરનેટનો ઉપયોગ તમે કરી શકશો. 30 દિવસ માટે દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.