કાળા દ્રાક્ષની શિકંજી આ રીતે બનાવો, ઉનાળામાં મોજ પડી જશે

Black Grapes Shikanji Recipe: ઉનાળો આવી ગયો છે. ઉનાળો આવતાની સાથે શિકંજી પીવાનું મન થઈ જાય છે. ત્યારે અમે તમારા માટે થોડી નવી રેસીપી લઈને આવ્યા છીએ. જેનાથી તમને મજા પણ આવશે અને તેની સાથે સાથે તમારા શરીરમાં ઠંડક પણ મળશે. કાળા દ્રાક્ષની શિકંજીની રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ.
આ પણ વાંચો: પાકિસ્તાન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારતાની સાથે જ સ્થાનિક ખેલાડીઓની મેચ ફીમાં ભારે ઘટાડો
કાળા દ્રાક્ષની શિકંજી માટેની સામગ્રી
- 1 કપ કાળી દ્રાક્ષ
- બે ચમચી ખાંડ
- સ્વાદ મુજબ સિંધવ મીઠું
- લીંબુ
- અડધી ચમચી ચાટ મસાલા
- ફુદીનાના પાન
કાળી દ્રાક્ષ શિકંજી રેસીપી
સૌપ્રથમ તમારે કાળી દ્રાક્ષ લેવાની રહેશે. હવે તમારે તેને થોડી વાર પાણીમાં પલાળીને રાખવાની રહેશે. કાળા દ્રાક્ષને મિક્સર જ્યુસરમાં નાંખીને તેને સારી રીતે પીસી લો. દ્રાક્ષનો રસ ગાળી લો અને તેમાં હવે ખાંડ ઉમેરો. દ્રાક્ષનો રસ થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો. આ પછી રસમાં બરફના ટુકડા ઉમેરો. બરફ ઉમેરવાથી રસ પાતળો થઈ જશે. હવે તેમાં લીંબુનો રસ, થોડું વાટેલું ફુદીનાના પાન અને ચાટ મસાલો ઉમેરો. જેના કારણે ટેસ્ટમાં વધારો થશે. સિંધવ મીઠું અથવા કાળું મીઠું નાંખો. હવે તેમાં સોડા પાણી ઉમેરો. તૈયાર છે કાળી દ્રાક્ષ શિકંજી.