સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ-AAPના ગઠબંધન મુદ્દે બીજેપી પ્રવક્તા યજ્ઞેશ દવેએ નિવેદન
Sthanik Swaraj Election 2025: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ-AAPના ગઠબંધન મુદ્દે બીજેપી પ્રવકતા યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું છે. બીજેપી સામે એક પક્ષ લડે કે બે પક્ષ લડે પરંતુ પરિણામ શું આવ્યું છે એ જનતા 30 વર્ષથી જાણે છે.
ભેંસ ભાગોળે અને છાશ છાગોળે તેવી સ્થતિ
જનતાનું બીજેપીને સમર્થન મળ્યું છે અને મળશે તેવો વિશ્વાસ છે. જેમની પાસે પ્રજાના કામો અને વિકાસના મુદ્દા નથી તે ગઠબંધન કરે છે. જેમની પાસે સત્તા નથી તેઓ ભેંસ ભાગોળે અને છાશ છાગોળે તેવી સ્થિતિ છે. ભાજપને કોઈ ફર્ક પડ્યો નથી કેમકે પ્રજાનો જનમત સાથે છે.
આ પણ વાંચો: ગોંડલમાં શ્વાનનો ત્રાસ, 22 લોકોને બનાવ્યા શિકાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
- 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- 1 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
- 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
- 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
- 16 ફેબ્રુઆરીએ થશે મતદાન
- 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફરીથી મતદાન
- 18 ફેબ્રુઆરીએ મત ગણતરી
- 21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે