આવતીકાલે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે, પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખના નામો થશે નક્કી

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ આવતીકાલે પ્રમુખ, ઉપપ્રમુખના નામો નક્કી થશે. આવતીકાલે સવારે 9 કલાકે બીજેપીની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. મોડી સાંજ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને બીજેપી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે.
બેઠકમાં પહેલા ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા પાલિકાના હોદ્દેદારો અંગે મંથન થશે. જૂનાગઢ મનપા, 3 તાલુકા પંચાયત અને બીજેપી શાસિત પાલિકાના હોદ્દેદારો અંગે મંથન થશે. CM ભૂપેન્દ્ર પટેલ અને બીજેપી અધ્યક્ષ સી.આર પાટિલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. મોટાભાગના નામો આવતીકાલે જ પૂર્ણ કરવાની બીજેપીની તૈયારી છે.