લોકસભા ચૂંટણી માટે બીજેપીનું નવું સ્લોગન… ‘ઇસલિયે તો સબ મોદી કો ચુનતે હૈ’
લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાનું સ્લોગન તૈયાર કરી લીધું છે. પાર્ટીએ આવતા વર્ષની ચૂંટણી માટે સૂત્ર આપ્યું છે, ‘સપને નહીં હકીકત બુનતે હૈ, ઇસલિયે તો સબ મોદી કો ચુનતે હૈ’
ભાજપે આ સૂત્ર એવા સમયે પસંદ કર્યું છે જ્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને શુક્રવાર (22 ડિસેમ્બર)થી દિલ્હીમાં પાર્ટી અધિકારીઓની બે દિવસીય બેઠક શરૂ થવાની છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ ભાગ લેશે.
ભાજપની પહેલી યાદી ક્યારે આવશે?
આ બેઠકમાં વિકાસ ભારત સંકલ્પ અભિયાનની સાથે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમના વિધાનસભા ચૂંટણી પરિણામો પર પણ ચર્ચા થઈ શકે છે. હિન્દીભાષી રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપે મોટી જીત મેળવી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસને સત્તા મળી છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીઓને સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ જુઓ : આનંદો ! ગૃહિણીઓને સરકારની મોટી ભેટ, LPG સિલિન્ડમાં થયો ભાવ ઘટાડો
આ જ કારણ છે કે સૂત્રોએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીની તર્જ પર, લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ભાજપ તેના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરશે, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રથમ યાદી આવી શકે છે.
ભાજપે કયા સૂત્રો આપ્યા?
પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે સામાન્ય ચૂંટણીમાં પોતાના દમ પર બે વખત બહુમતી મેળવી છે. વર્ષ 2014માં પાર્ટીએ ‘અચ્છે દિન આને વાલે હૈ’નું સ્લોગન આપ્યું છે.. જ્યારે 2019માં ભાજપે ફિર એકબાર મોદી સરકારનો નારો આપ્યો હતો.
બીજેપીના નવું સુત્ર સપને નહીં હકીકત બુનતે હૈ, ઇસલિયે તો સબ મોદી કો ચુનતે હૈ થી આશાથી આ વખતે તેમની જીતની હેટ્રિક થશે. પીએમ મોદી અનેક તક પર દાવા કરી ચૂક્યા છે કે લોકો ફરીથી તેમને જ પસંદ કરશે.