June 27, 2024

પ્રિયંકા ગાંધીની ઉમેદવારી પર ભાજપનો ટોણો, ‘શું રોબર્ટ વાડ્રા પલક્કડથી ઉમેદવાર બનશે?’

Wayanad Seat: રાહુલ ગાંધીએ શા માટે વાયનાડ લોકસભા સીટ છોડવાનો નિર્ણય લીધો ભાજપના નેતાઓએ રાહુલ સહિત પાર્ટીના નેતાઓ પર શાબ્દિક પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 17 જૂને નિર્ણય લીધો હતો કે તેમના નેતા રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા સીટથી સાંસદ રહેશે અને વાયનાડ સીટ છોડી દેશે. આ દરમિયાન પાર્ટીએ પ્રિયંકા ગાંધીને વાયનાડ સીટ પરથી ઉમેદવાર બનાવવાની પણ જાહેરાત કરી હતી. જે બાદ ભાજપ દ્વારા સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

‘શું રોબર્ટ વાડ્રા પલક્કડમાંથી ઉમેદવાર બનશે?’
કેરળ ભાજપ તરફથી આ મામલે સતત શાબ્દિક હુમલામાં પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વાયનાડ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. તો શું દેશની સૌથી જૂની પાર્ટી તેમના પતિ રોબર્ટ વાડ્રાને આગામી પલક્કડ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારશે? ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રન અને વરિષ્ઠ નેતા વી. મુરલીધરને કોંગ્રેસ નેતૃત્વના નિર્ણય પર હુમલો કર્યો અને આરોપ લગાવ્યો કે તેઓએ વાયનાડના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમને જણાવી દઈએ કે કે. સુરેન્દ્રન લોકસભા ચૂંટણીમાં વાયનાડથી રાહુલ ગાંધીના હરીફ ઉમેદવાર હતા.

‘વાયનાડના લોકો રાહુલને સમજી ગયા છે’
કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કે. સુરેન્દ્રને કહ્યું કે, એ ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે નહેરુ-ગાંધી પરિવારના હિતોની સેવા કરવા માટે કોંગ્રેસ પાર્ટી એકમાત્ર ‘ઉપરકણ’ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વાયનાડ તેમનો પરિવાર છે, અને હવે તેમણે ત્યાંથી પેટાચૂંટણીમાં તેમની બહેનની ઉમેદવારી કરવાનો નિર્ણય લીધો છે. પલક્કડ વિધાનસભા પેટાચૂંટણીમાં રાહુલ તેમના સાળા રોબર્ટ વાડ્રાને તેમના ઉમેદવાર તરીકે ઉભા કરે તેવી અપેક્ષા છે. હવે લોકો રાહુલ ગાંધીના પરિવારની લાગણીઓને સારી રીતે સમજી ગયા છે.