January 21, 2025

ભાજપે 9 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે

BJP Third Candidate List: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે ગુરુવારે (21 માર્ચ, 2024) તેની ત્રીજી યાદી બહાર પાડી છે. ભાજપની ત્રીજી ઉમેદવાર યાદીમાં 9 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવારોની આ યાદી તમિલનાડુની લોકસભા બેઠકો માટે છે. આ યાદીમાં તમિલનાડુ બીજેપી ચીફ કે. અન્નામલાઈને કોઈમ્બતુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. બે દિવસ પહેલા તેલંગાણાના રાજ્યપાલ પદેથી રાજીનામું આપનાર તમિલિસાઈ સુંદરરાજનને ચેન્નાઈ દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ ડૉ. તમિલિસાઈ સુંદરરાજન પોતાના પદ પરથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. તમિલનાડુમાં તમિલિસાઈ ભાજપ કાર્યાલય પર પહોંચ્યા બાદ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હું તમિલનાડુમાં ભાજપનો વિકાસ જોઈને ખુશ છું. રાજ્યમાં અમે જે ગઠબંધન કર્યું છે તે વિકાસ દર્શાવે છે. ભાજપે તમિલનાડુમાં ઘણી પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે, જેમાંથી કેટલીકને સીટોની ફાળવણી પણ કરવામાં આવી છે.

તમિલનાડુમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે
તમિલનાડુમાં પ્રથમ તબક્કામાં એટલે કે 19મી એપ્રિલે ચૂંટણી છે. અહીં એક જ દિવસે 39 બેઠકો પર મતદાન થશે. તમિલનાડુમાં 39 બેઠકોમાંથી 7 અનામત બેઠકો છે. તામિલનાડુમાં 20 માર્ચે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નામાંકન માટેની છેલ્લી તારીખ 27મી માર્ચ છે. તમિલનાડુમાં કુલ 6.18 કરોડ મતદારો છે. જેમાં 3.14 કરોડ મહિલા અને 3.03 કરોડ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે.

પાર્ટીએ તમિલનાડુ માટે તમામ 9 નામો જાહેર કર્યા

  1. ચેન્નાઈ દક્ષિણ: તમિલિસાઈ સુંદરરાજન
  2. ચેન્નાઈ સેન્ટ્રલ: વિનોજ પી સેલ્વમ
  3. વેલ્લોર: એ. સી શણમુગમ
  4. કૃષ્ણગિરી: સી નરસિમ્હન
  5. નીલગીરી: એલ મુરુગન
  6. કોઈમ્બતુર: કે. અન્નામલાઈ
  7. પેરામ્બલુર: T.R. પરિવેનધર
  8. થોથુક્કુડી: નૈનર નાગેન્દ્રન
  9. કન્યાકુમારી: પાન. રાધાકૃષ્ણન