January 23, 2025

યુવરાજનો ખાસ અંદાજ, અભિષેક શર્માને અનોખી રીતે કર્યું બર્થડે વિશ

Abhishek Sharma: અભિષેક શર્માનું પ્રદર્શન IPL 2024માં જબરદસ્ત જોવા મળ્યું હતું. અભિષેક શર્માને હવે કોઈ પણ પરિચયની જરૂર નથી. IPLમાં અભિષેક શર્મા જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જે બાદ દરેક લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા હતા. આખરે જુલાઈમાં ઝિમ્બાબ્વે પ્રવાસ માટે અભિષેક શર્માની પસંદગી કરવામાં આવી હતી. અભિષેક શર્માના જન્મદિવસ પર ખાસ રીતે અભિનંદન પાઠવ્યા હતા. યુવરાજે અભિષેક શર્માને અભિનંદન આપતો એક વીડિયો પણ શેર કર્યો છે.

યુવરાજના પગલે ચાલતો અભિષેક
યુવરાજ સિંહની ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની ભૂમિકા રહી છે. અભિષેક શર્મા ઘણી વખત યુવરાજ સિંહનું નામ લેતો જોવા મળે છે. આ કારણથી એવું લાગે છે કે બંને ગાઢ સંબંધ છે. ઘણી વખત બંને વચ્ચે પ્રેમ જોવા મળે છે તો બીજી બાજૂ યુવરાજ અભિષેકની ભૂલ પણ બોલતા પણ ઘણી વખત જોવા મળે છે. થોડા દિવસ પહેલા વીડિયો વાયરલ થયો હતો જેમાં તાજેતરનું ઉદાહરણ છે.

આ પણ વાંચો; હેટમાયરની હિટિંગે હિસ્ટ્રી બનાવી, એક મેચમાં 42 સિક્સરથી શિખર જેવડી સિદ્ધિ

વીડિયો કર્યો શેર
અભિષેક શર્માના જન્મદિવસ પર યુવરાજ સિંહે એક વીડિયો શેર કર્યો હતો. મજાકના અંદાજમાં અભિનંદન પાઠવ્યા હતા. યુવરાજ સિંહે લખ્યું હતું કે મહેનત કરતા રહો. તમારા આવતા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વીડિયોમાં અભિષકે યુવરાજની સામે લાંબી સિક્સર મારતો જોવા મળી રહ્યો છે.