September 10, 2024

હાર્દિક અને નતાશા છૂટાં પડ્યા પછી તેના પુત્રનો વીડિયો આવ્યો સામે

Hardik Pandya: છેલ્લા ઘણા મહિનાથી હાર્દિકનું નામ ચર્ચામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા આઈપીએલની સિઝનમાં સતત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ પછી હાર્દિક પોતાની અંગત લાઈફને લઈને ચર્ચામાં આવ્યો હતો. આખરે બંને હાર્દિક અને નતાશાએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. જોકે બંને અલગ થયા તે સમયે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમના પુત્ર અગસ્ત્યને બંને મળીને સાચવવામાં આવશે. આ વચ્ચે હાર્દિકની ભાભી પંખુરી શર્માએ સોશિયલ મીડિયા એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે અગસ્ત્ય અને કવિર સાથે રમતી જોવા મળી રહી છે. લોકો તેમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયો શેર કર્યો
કૃણાલ પંડ્યાએ વર્ષ 2017માં પંખુરી શર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 બાળકો છે. જેનું નામ વાયુ અને કવિર છે. પંખુરીએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે હાર્દિકના પુત્ર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેની સાતે કવિર પણ જોવા મળી રહ્યો છે. પંખુરી પુસ્તકમાં વાંચી રહી હતી અને બંને બાળકો ખોળામાં જોવા મળી રહ્યા છે. બંને બાળકો ખુબ મજા લઈ રહ્યા છે.

આ પણ વાંચો: ક્રિકેટમાંથી સંન્યાસ બાદ પણ ક્રિકેટર્સ ભરે છે અધધધ ટેક્સ, ડિજિટ જોઈ દિમાગ કામ નહીં કરે!

વર્ષ 2024 હાર્દિક માટે ખરાબ
વર્ષ 2024ની શરૂઆત થતાની સાથે હાર્દિક અને નતાશા વિશે નેગેટિવ વાવડ આવવા લાગ્યા હતા. પહેલા તો લોકોને આ સમાચાર અફવા લાગતી હતી. પરંતુ આખરે હાર્દિક અને નતાશા બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અલગ થવાની જાહેરાત સત્તાવાર કરી હતી. જ્યારે બંનેએ ઇન્સ્ટાગ્રામ પર અલગ થવાની જાહેરાત કરી ત્યારે સાથે એ પણ કહ્યું કે તેમના અંગત જીવનની પોતાના પુત્ર પર અસર નહીં થવા દે. પહેલી પ્રાથમિકતા હંમેશા તેમનો પુત્ર અગસ્ત્ય રહેશે