December 26, 2024

હવે વોટ્સએપમાં ફોટો અને વીડિયો ઈન્ટરનેટ વગર મોકલો!

અમદાવાદ: આજના સમયમાં તમામ લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. અમે તમારા માટે એવી માહિતી લઈને આવ્યા છીએ કે જેના થકી તમને મજા જ પડી જશે. તમે થોડા જ સમયમાં વોટ્સએપ પર ઇન્ટરનેટ વગર તમે વીડિયો, ફોટ અને ફાઈલ શેર કરી શકો છો.

બહુ જલ્દી થશે સરળ
વોટ્સએપ આવ્યા પછી આજના સમયમાં મોટા ભાગના કામો સરળ બન્યા છે. જ્યારે વોટ્સએપ હતું નહીં તે સમયે ઘણી બધી એપ્સનો ઉપયોગ કરવો પડ્તો હતો. જેમાં બ્લૂટૂથ, ઈમેલનો સહારો લેવો પડ્તો હતો. વોટ્સએપ આવ્યા પછી લાઈફ ખુબ સરળ બની ગઈ છે. કોઈ પણ માહિતી ફટોફટ શેર કરી શકાશે. આ તમામ વસ્તુ શેર કરતી હજુ પણ ઇન્ટરનેટ થોડું અવરોધ સમાન જોવા મળી રહ્યું છે. ઘણી વખત ઇન્ટરનેટની સમસ્યાને કારણે માહિતી કે ફોટ વીડિયો શેર થતા નથી.

આ પણ વાંચો: ગૂગલ ડૂડલે ભારતીય લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઉજવ્યો

શેર કરવાનું સરળ
કહેવામાં આવી રહ્યું છે કે WhatsApp એવા ફીચર પર કામ કરી રહ્યું છે કે જે તમને ઇન્ટરનેટ વગર પણ મળી જશે. લીકરસનું માનીએ તો મેસેજિંગ એપ્લિકેશન લોકોને ફોટા, વિડિયો, સંગીત અને દસ્તાવેજો ઓફલાઇન શેર કરવાની મંજૂરી આપવામાં આવી છે. WABetaInfoમાં માહિતી આપવામાં આવી છે કે WhatsApp આ નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર આવતા યુઝર્સને ફાયદો થશે કે તે નેટ વગર પણ ફાઈલ શેર કરી શકે છે.

કેવી રીતે કરશે કાર્ય
યુઝર્સ ઈચ્છે તો તેમની પાસે આ એક્સેસ બંધ કરવાનો વિકલ્પ હશે. નજીકના ઉપકરણો શોધવા ઉપરાંત, WhatsAppને તમારા ફોન પર સિસ્ટમ ફાઇલો અને ફોટો ગેલેરીને ઍક્સેસ કરવા માટે પણ પરવાનગીની માગશે. એક રીતે કહીએ તો WhatsAppમાં હવે તમે ફોટો વીડિયો ઝેન્ડર એપની જેમ વપરાશ કરી શકો છો. જોકે, જો યુઝર્સ ઈચ્છે તો તેમની પાસે આ એક્સેસ બંધ કરવાનો વિકલ્પ પણ મળી રહેશે.