December 26, 2024

Google ઓફિસમાં 8 કલાક સુધી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, વિશ્વની પહેલી ઘટના

Google Cloud Office: દુનિયાની દિગ્ગજ IT કંપની ગુગલમાં એક અજીબ ઘટના બની છે. ગુગલના કર્મચારીઓએ મોટું વિરોધ પ્રદર્શન કર્યું. આ સાથે ઓફિસ પર 8 કલાક સુધી કબજો જમાવી રાખ્યો. આ કર્મચારીઓ મેનેજમેન્ટ પાસેથી કંઈક અજીબ ડિમાન્ડ કરી રહ્યા હતા. તેમની માંગ સેલરી, ઈન્ક્રીમેન્ટ, કામનો માહોલ, સુવિધાઓ અને રજાઓ નહોતી, પરંતુ તેમની માંગણી હતી કે ગુગલ ઈઝરાયલની સરકારની સાથે કામ કરવાનું બંધ કરી દે. કોઈ કંપનીના કર્મચારીઓ દ્વારા રાજનૈતિક માંગને લઈને કરવામાં આવેલું આ સૌથી મોટું વિરોધ પ્રદર્શન છે, પરંતુ બાદમાં આ તમામ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

થોમસ કુરિયના ઓફિસનો કર્યો ઘેરાવો
મીડિયા રિપોર્ટ અનુસાર, આ કર્મચારીઓએ ગુગલ ક્લાઉડના CEO થોમસ કુરિયનની ઓફિસનો ઘેરાવો કર્યો છે. તેઓ 8 કલાક સુધી ત્યાંજ બેઠા રહ્યા હતા. તેમણે ગુગલને ઈઝરાયલ સરકારની સાથે સંબંધ તોડવાની માંગ કરી છે. આ પ્રદર્શનમાં ઘણા કર્મચારીઓ સામેલ છે. કંપનીએ કૈલિફોર્નિયા અને ન્યૂયોર્ક ઓફિસમાં પણ આ પ્રકારે પ્રદર્શન કર્યું છે. 8 કલાક બાદ જ્યારે તેમણે વિરોધ બંધ કર્યો એ સમયે તેમની ધરપકડ કરવામાં આવી. આ તમામ કર્મચારીઓની માગ છે કે ઈઝરાયલ સરકારને ગુગલના ક્લાઉડ કંપ્યૂટિંગ સુવિધાનો ઉપયોગ કરવામાં ના આવે. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં ઘણા કર્મચારીઓ ગુગલ ઓફિસની અંદર બેઠેલા જોવા મળે છે. એ બાદ પોલીસ આવે છે. અને એ તમામ કર્મચારીઓની ધરપકડ કરીને જતા રહે છે.

આ પણ વાંચો: ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયામાં ફસાયેલ માછીમારોની બોટને બચાવી

કર્મચારીઓએ આ વિરોધ પ્રદર્શન 2021માં થયેલા એક અરબ ડોલરના કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ નિમ્બરના વિરોધમાં કરવામાં આવ્યો છે. મામલો એ સમયે ગંભીર થઈ ગયો જ્યારે તેમણે થોમસ કુરિયનના ઓફિસ પર કબજો કરીને પોતાના પ્રદર્શનને લાઈવ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની માંગ હતી કે ઈઝરાયલ સરકાર અને સેનાની સાથે કંપની પોતાના સંબંધો પુરા કરે.