T20 વર્લ્ડ કપ પહેલા મોટો નિર્ણય, કેપ્ટનશિપમાં કર્યો આ ચોંકાવનારો ફેરફાર
T20I series: આ વર્ષે જૂનમાં યોજાનાર ICC T20 વર્લ્ડ કપ માટે તમામ ટીમોએ તેમની તૈયારીઓ કરી દીધી છે. T20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમો વચ્ચે કુલ 55 મેચ રમાશે. જે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના કુલ 9 મેદાનો પર યોજાશે. પરંતુ આ તમામ વાત વચ્ચે એક ટીમે ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ ટીમનો કેપ્ટન લાંબા સમય બાદ ખેલાડી તરીકે રમતા જોવા મળશે.
T20 વર્લ્ડ કપ પહેલા નિર્ણય
ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ ન્યૂઝીલેન્ડ સામે તેની છેલ્લી ટી20 સીરીઝ રમવાની છે. બંને ટીમો વચ્ચે 3 T20 મેચનું આયોજન કરવામાં આવશે. ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને મિચ સ્ટાર્ક તેમજ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ T20 ટીમમાં પાછા ફર્યા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ શ્રેણીમાં મિચેલ માર્શ ટીમની કમાન સંભાળશે. આવી સ્થિતિમાં પેટ કમિન્સ એક ખેલાડી તરીકે આ શ્રેણીનો ભાગ હશે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે T20 વર્લ્ડ કપમાં કેપ્ટન કોણ હશે.
આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે
ટીમની બહાર
ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ સમારંભમાં જેસન બેહરેનડોર્ફને ઓસ્ટ્રેલિયાનો પુરૂષો T20 પ્લેયર ઓફ ધ યર જાહેર કરાયો હતો. આ સાથે જ સીન એબોટને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પેટ કમિન્સ અને મિચ સ્ટાર્કે આ બે બોલરોની જગ્યા લીધી છે. બીજી તરફ ડેવિડ વોર્નર પણ આ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો
કાકા-ભત્રીજાની જોડીની કમાલ
શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે કોલંબોના સિંહાલી સ્પોર્ટ્સ ક્લબમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં નૂલ અલી ઝદરાન અને ઈબ્રાહિમ ઝદરાનને આ મેચમાં ઓપનર તરીકે રમવાની તક મળી હતી. પરંતુ કાકા-ભત્રીજાની જોડીએ પ્રથમ ઈનિંગમાં કંઈ ખાસ બતાવી શકી ના હતી. બીજી ઈનિંગ રમવામાં આવી ત્યારે બંને વચ્ચે 106 રનની ભાગીદારી થઈ હતી. ઇબ્રાહિમ ઝદરાન મેચના ત્રીજા દિવસે 101 રન બનાવ્યા હતા. તો નૂર અલી 47 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાએ પ્રથમ દાવમાં 439 રન બનાવ્યા હતા. જોકે, અફઘાનિસ્તાને બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી અને 1 વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા. પરંતુ તે હજુ પણ શ્રીલંકાથી 42 રન પાછળ છે.