October 7, 2024

SA20: બંદૂકની અણી પર સ્ટાર ક્રિકેટર લૂંટાયો

SA20 લીગ હાલમાં દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહી છે. આ લીગમાં એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં SA20 લીગ દરમિયાન એક ખેલાડીને બંદૂકની અણી પર લૂંટવામાં આવ્યો છે. આ ઘટના જોહાનિસબર્ગની છે. જ્યાં હોટલની બહાર 28 વર્ષના ખેલાડીને નિશાન બનાવીને લૂંટવામાં આવ્યો છે. આ ખેલાડી SA20 લીગમાં પાર્લ રોયલ્સ ટીમનો ભાગ છે.

ગન પોઈન્ટ પર લૂંટવામાં આવ્યો
જોહાનિસબર્ગમાં આ ઘટનાનો શિકાર વેસ્ટ ઈન્ડિઝનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ફેબિયન એલન બન્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ફેબિયન એલનને જોહાનિસબર્ગની પ્રખ્યાત સેન્ડટન સન હોટલ પાસે લૂંટારાઓએ રોક્યો હતો. જેમાં તેનો ફોન અને બેગ સહિતનો અંગત સામાન બળજબરીથી છીનવી લીધો હતો. અનેક સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જોકે એલનને કોઈ નુકસાન થયું ન હોવાનું જણાવામાં આવ્યું છે.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

ફેબિયન એલનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ફેબિયન એલન વેસ્ટ ઈન્ડિઝ માટે અત્યાર સુધીમાં 20 ODI અને 34 T20 મેચ રમી છે. આ 20 વનડેમાં તેણે 200 રન બનાવ્યા છે અને 7 વિકેટ લીધી છે. તે જ સમયે, T20 માં તેણે 267 રન સાથે 24 વિકેટ લીધી છે. ફેબિયન એલન પણ આઈપીએલમાં રમી ચૂક્યો છે. વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત, ફેબિયન એલને ઈન્ડિયન પ્રીમિયર લીગ અને કેરેબિયન પ્રીમિયર લીગ સહિત વિશ્વભરની ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં ભાગ લીધો છે.

T20 વર્લ્ડ કપ પહેલા મોટો નિર્ણય
આ વર્ષે જૂનમાં યોજાનાર ICC T20 વર્લ્ડ કપ માટે તમામ ટીમોએ તેમની તૈયારીઓ કરી દીધી છે. T20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમો વચ્ચે કુલ 55 મેચ રમાશે. જે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના કુલ 9 મેદાનો પર યોજાશે. ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ ન્યૂઝીલેન્ડ સામે તેની છેલ્લી ટી20 સીરીઝ રમવાની છે. બંને ટીમો વચ્ચે 3 T20 મેચનું આયોજન કરવામાં આવશે. ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને મિચ સ્ટાર્ક તેમજ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ T20 ટીમમાં પાછા ફર્યા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ શ્રેણીમાં મિચેલ માર્શ ટીમની કમાન સંભાળશે. આવી સ્થિતિમાં પેટ કમિન્સ એક ખેલાડી તરીકે આ શ્રેણીનો ભાગ હશે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે T20 વર્લ્ડ કપમાં કેપ્ટન કોણ હશે.

આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો