January 19, 2025

સોમનાથના દર્શન બાદ ‘હાર્દિક’ને મળી સફળતા, MIએ ખાતું ખોલ્યું

IPL 2024: આખરે મુંબઈની ટીમે જીત પ્રાપ્ત કરી. મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત બાદ 2 ટીમોને હારનો સામનો કરવો પડ્યો છે. ગઈ કાલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં મોટો બદલાવ થયો છે.

પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
ગઈ કાલે રવિવારે ડબલ હેડર મેચ રમાઈ હતી. જેમાં પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. બીજી મેચમાં ખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સનો મુકાબલો હતો. જેમાં પહેલી મેચમાં મુંબઈની ટીમનો વિજય થયો હતો. બીજી મેચમાં લખનૌ ટીમની જીત થઈ હતી. આ બંને મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2024ની પહેલી જીત મળી છે. આ મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. અત્યાર સુધી મુંબઈની ટીમ 8માં સ્થાન પર હતી. પરંતુ ગઈ કાલની મેચમાં જીત મળતાની સાથે મુંબઈની ટીમ સ્થાન 2 પર આવી ગઈ છે.

આ પણ વાંચો: MIની સતત હાર બાદ, હાર્દિક મહાદેવની શરણમાં, સોમનાથ મંદિરમાં કરી પ્રાર્થના

નુકસાન થયું હતું
દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. જેમાંથી માત્ર 1 મેચમાં જીત મળી છે. ગઈ કાલની મેચમાં હારની સાથે આ ટીમ પોઈન્ટ ટેબલમાં સ્થાન 10માં પહોંચી ગઈ છે. આ પહેલા તે 9માં સ્થાન પર હતી અને મુંબઈની ટીમ 10માં સ્થાન પર હતી. RCB ટીમ હવે 9મા સ્થાને આવી ગઈ છે, જે આ મેચ પહેલા 8મા સ્થાને હતી. આરસીબીએ અત્યાર સુધીમાં 5 મેચ રમી છે તેણે પણ માત્ર તેમાંથી એક મેચમાં જીત પ્રાપ્ત કરી છે.

સોમનાથ મહાદેવના આર્શીવાદ
મહાદેવના શરણે પહોંચેલા હાર્દિકને જાણે દેવોના દેવના આર્શીવાદ મળી ગયા હોય તેવું ક્લિયર જોવા મળી રહ્યું છે. હાર્દિકનો એવો કપરો સમય આવ્યો કે મેચમાં જીત થશે કે હાર એના ડર કરતાં તેને પોતાના ચાહકોથી ભયનો અનુભવ થઈ રહ્યો હતો. મેદાનમાં પહોંચતાની સાથે લોકો તેને ટ્રોલ કરી રહ્યા હતા. પરંતુ તેને પોતાના મનને શાંત રાખ્યું અને ગઈ કાલની મેચમાં જીત નોંધાવી છે. રોહિતને કેપ્ટનશિપ પદ પરથી હટાવીને મુંબઈની ટીમનો તાજ તેને પહેરાવી તો દેવાયો પરંતુ જીતનો તાજ હાર્દિક હજુ સુધી ટીમને પહેરાવી શક્યો ના હતા. હાર્દિકના મનની વાત મહાદેવે સાંભળી અને આઈપીએલમાં પહેલી જીતનું ખાતું ખુલ્યું.