December 23, 2024

રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ફટકો, 25થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનના રાજકારણમાં પક્ષપલટાનો માહોલ શરૂ થઈ ગયો છે. જેમાં ભાજપમાં રવિવારે મેગા જોઇનિંગ થયું હતું. માહિતી અનુસાર જેમાં 25 જેટલા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ રાજસ્થાનમાં પોતાનો સમૂહ વિસ્તારવામાં વ્યસ્ત છે. બીજી બાજુ નેતાઓની સતત વિદાયના કારણે કોંગ્રેસ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ગેહલોત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૃષિ મંત્રી લાલચંદ કટારિયા, નાગૌરના દિગ્ગજ જાટ નેતા રિછપાલ મિર્ધા અને તેમના પૂર્વ ધારાસભ્ય પુત્ર વિજયપાલ મિર્ધા, કમલા બેનીવાલના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય આલોક બેનીવાલ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર યાદવ, ભીલવાડાના કોંગ્રેસના ઉમેદવાર રામપાલ શર્મા જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.

આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને એસસી કમિશનના અધ્યક્ષ ખિલાડી લાલ બૈરવા, પૂર્વ જિલ્લા પ્રમુખ ભીલવાડા રામપાલ શર્મા, પૂર્વ ધારાસભ્ય ફૂલેરા રામનારાયણ કિસાન, રમતગમત પરિષદના ઉપપ્રમુખ અનિલ વ્યાસ, નિવૃત્ત IAS ઔંકાર સિંહ ચૌધરી, જિલ્લા પ્રમુખ ભારત ખેડૂત સમાજ ગોપાલ રામ કુકણા ભાજપમાં જોડાયા છે, સાથે સાથે પ્રદેશ મહામંત્રી કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના ડો.અશોક જાંગીડ, આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડાલિસ્ટ પ્રિયા સિંહ, પૂર્વ પ્રમુખ રાજસ્થાન કોંગ્રેસ સેવાદળ સુરેશ ચૌધરી, રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ સચિવ રાજેન્દ્ર પરસવાલ, પ્રધાન પંચાયત સમિતિ જોબનેર શૈતાન સિંહ મહેરડા, રામનારાયણ ઝાઝરા, જગન્નાથ બુરડાના પુત્ર જગન્નાથ બુરડા, પૂર્વ પ્રમુખ લાડકવાડા વગેરે ભાજપમાં જોડાયા છે.

રાજસ્થાન ઓલ જાટ મહાસભાના પ્રદેશ પ્રમુખ કર્મવીર ચૌધરી, રાજસ્થાન ઓલ જાટ મહાસભાના યુવા પ્રમુખ કુલદીપ ઢેવા, બચ્ચુ સિંહ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર રામલાલ મીણા, પૂર્વ સચિવ પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહેશ શર્મા, પૂર્વ પ્રમુખ માલપુરા રણજીત સિંહ, પ્રદેશ પ્રમુખ બ્રાહ્મણ મહાસભા મધુસુદન શર્મા પણ ભાજપમાં જોડાયા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અધ્યક્ષ સીપી જોશીએ જયપુરમાં ભાજપ હેડક્વાર્ટર પર તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.