November 23, 2024

દિવાળી પહેલા કેરળમાં મોટી દુર્ઘટના, મંદિરમાં ફટાકડા ફોડવા દરમિયાન 154 લોકો ઘાયલ

Kerala: કેરળના નીલેશ્વર પાસે મંદિરના ઉત્સવ દરમિયાન સોમવારે મોડી રાત્રે મોટો અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ મંદિરના ઉત્સવમાં આતશબાજી દરમિયાન આગ લાગવાને કારણે 154થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 10 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અંજુટ્ટમ્બલમ વીરર કાવુ મંદિર પાસે સ્ટોરેજમાં રાખવામાં આવેલા ફટાકડામાં આગ લાગવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત મધરાતની આસપાસ થયો હતો. ફટાકડા ફોડવા દરમિયાન તણખા સ્ટોરેજમાં પડ્યા હતા જેના કારણે ત્યાં રાખવામાં આવેલા ફટાકડામાં આગ લાગી હતી.

ત્યાં હાજર લોકોએ તાત્કાલિક પોલીસને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. જે બાદ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં શ્વાસ લેવું પણ મુશ્કેલ, આાગામી 72 કલાક અતિશય ભારે

બે લોકોની ધરપકડ

જણાવવામાં આવી રહ્યું છે કે અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. ફટાકડાની વસ્તુઓ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી. તે દરમિયાન રાત્રે 12.30 કલાકે ફટાકડામાં અચાનક વિસ્ફોટ થયો હતો અને આગ ધીરે ધીરે ફેલાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટોરેજ એરિયામાં તણખા પડ્યા હતા. જે બાદ આ અકસ્માત થયો હતો. કાસરગોડ કલેક્ટર અનુસાર તે વિસ્તારમાં સ્ટોરેજની મંજૂરી નહોતી. મંદિર સમિતિના અધ્યક્ષ અને સેક્રેટરીની પોલીસે અટકાયત કરી છે.