November 24, 2024

Best Fruits: આ ફળ છે બેસ્ટ, બીમારીઓ રહેશે દૂર

Best FruitsMonsoon: ચોમાસામાં તમારે તમારી ખાવાની આદતો પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ચોમાસાની સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ પર ધ્યાન રાખવું જરૂરી છે. બાકી તમે બિમારી પડી શકે છે. અમે આજે તમને કેટલાક એવા ફળો વિશે જણાવીશું કે જેનું સેવન વરસાદની ઋતુમાં અવશ્ય કરવું જોઈએ.

જામફળ
ચોમાસાની સિઝનમાં જામફળ પણ આવતા હોય છે. જામફળ તમારા પેટ માટે ખુબ સારા છે. જો તમે જામફળ ખાવો છો તો તમને કબજિયાતની સમસ્યા રહેતી નથી. કબજિયાતમાં રામબાણ ઈલાજ જામફળને માનવામાં આવે છે.

પ્લમ
વરસાદની સિઝન આવી ગઈ છે. તમે આ દરમિયાન આલુ ફળ ખાઈ શકો છો. જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. આ સાથે નાની-મોટી બીમારીઓ અને ઈન્ફેક્શનથી પણ રક્ષણ મળે છે. આલુ ફળમાં વિટામિન સી, કે, કોપર, ફાઈબર, પોટેશિયમ મળે છે.

જાંબુ
ઘણા ઘરગથ્થુ ઉપચાર ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ થાય છે. ખાવાની સાથે તમારે વ્યાયામ, આહાર અને ઘરેલું ઉપચાર અપનાવીને પણ ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. તમે જાંબુના બીજનો પાવડર બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. બ્લેકબેરીના પાનનો રસ પણ તમે પી શકો છો. જેમ બને તેમ બહારના ખોરાકને ટાળવાનું અને ફળ ખાવા જોઈએ.

આ પણ વાંચો: આ રીતે બનાવો કંટોલાનું શાક, મજા આવી જશે

લીચી
આ સિઝનમાં તમને લીચી પણ ખાવા મળશે. લીચીમાં ઘણું પાણી હોય છે. લીચીનો રસ એસિડ રિફ્લક્સ, શરદી અને પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે. આ લીચી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર તરીકે પણ કામ કરે છે.

પિઅર
જો તમે વરસાદની સિઝનમાં દરરોજ 1 પિઅર ખાઓ છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ફળ મોસમી છે. જેના કારણે તમે ચોમાસાની સિઝનમાં ખાવો છો તો તમને ચોક્કસ ફાયદો થશે.