December 27, 2024

RCB vs SRH: આજે હૈદરાબાદ-બેંગલુરુ વચ્ચે મહામુકાબલો, જાણો કેવી હશે પિચ

IPL 2024: આજે હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ ખુબ મહત્વની સાબિત થવાની છે. આજે સાંજે બંને ટીમ આમને-સામને આવશે. આ મેચનું આયોજન બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે રમાવાની છે. ત્યારે કેવી રહેશે આ મેચની પિચ આવો જાણીએ.

આજની મેચ મહત્વની
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર જોવા મળી રહી છે. જ્યારે બેંગ્લોરની ટીમ માત્ર બે પોઈન્ટ સાથે દસમા સ્થાન પર છે. આજની મેચ બાદ ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો તે સપાટ છે. જેના કારણે આવું મેદાન બેટ્સમેન માટે સારૂ સાબિત થાય છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે. બેટ્સમેનને શરૂઆતની મેચ ધૈર્યથી રમવી પડે છે. ત્યાર બાદ ધીરે ધીરે રન બનાવવાનું સરળ રહેતું હોય છે.

આ પણ વાંચો: ધોનીએ સતત 3 સિક્સર મારીને ઈતિહાસ રચ્યો!

બેટ્સમેનોની ફોજ
RCB અને SRH આ બંને ટીમ એવી છે કે જેમના પાસે ખેલાડીઓની એવી ફોજ છે જે સ્ટ્રોક અને શોટ રમવા માટે જાણીતા છે. આજે જે પણ ટીમ ટોસ જીતે છે, તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. ત્યાર સુધી રમાયેલી ત્રણમાંથી બે મેચ બાદમાં બેટિંગ કરનાર ટીમ વિજેતા બની છે. જેના કારણે આ મેદાન પર ટોસની વધારે મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળે છે. અત્યાર સુધીના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો હૈદરાબાદે અત્યાર સુધીમાં 5 મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે અને 2 મેચમાં હાર પ્રાપ્ત કરી છે. હાલમાં આ ટીમ 6 પોઈન્ટ સાથે 4 સ્થાન પર છે. RCBની હાલાત ખુબ ખરાબ જોવા મળી રહી છે. ટીમે અત્યાર સુધી 6માંથી માત્ર એક મેચ જીતી છે અને માત્ર એક પોઈન્ટ મેળવ્યો છે. તે હાલ 10માં સ્થાન પર છે. આ એવી સ્થિતિ છે કે RCB નિશ્ચિતપણે આજની મેચ જીતવા માટે પ્રયત્ન કરશે.