કેરટેકર રાખતા પહેલા ચેતી જજો, વૃદ્ધના બેંક ખાતામાંથી રૂ.16 લાખ ઉપાડી ચાઉં કરી ગયો
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં કેરટેકર રાખતા પહેલા ચેતી જજો, કારણ કે શહેરના વાસણા વિસ્તારમાં કેરટેકર બનીને વૃદ્ધ વ્યક્તિના બેંક ખાતામાંથી રૂપિયા 16 લાખ ઉપાડી લીધા. વૃદ્ધના મુત્યુ બાદ બેંક ખાતું બંધ કરવા જતાં ભાંડો ફૂટ્યો હતો. સાયબર ક્રાઇમમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમે આરોપીની કરી ધરપકડ કરી છે.
છેતરપીંડી કેસમાં સાયબર ક્રાઇમે આરોપી હિતેશ ચુનારાની ધરપકડ કરી છે. અમદાવાદના નિવૃત DYSPના પિતાની બીમારીને લઈને કેરટેકરે બનીને ગયેલા આરોપી હિતેશ ચુનારાએ બેન્કનો ATM કાર્ડ અને PIN નંબર મેળવીને રૂ.16 લાખ બેન્ક ખાતામાંથી ઉપાડી લીધા હતા. ઘટનાની વાત કરીએ તો નિવૃત DYSPના પિતા સુરેન્દ્રસિંહ વાઘેલાના વૃધ્ધાઅવસ્થા અને બીમારીના કારણે કેરટેકરેની જરૂરિયાત હતી. જેથી એડવીનો હેલ્થ કેર કંપનીમાંથી 2021થી જુદા જુદા કેરટેકર મોકલવામાં આવતા હતા. આ કેરટેકરે પૈકી હિતેશ ચુનારાએ HDFC બેંકનો ATM કાર્ડ અને પીન નંબર મેળવીને એક વર્ષ દરમિયાન ખાતામાંથી રૂ.16 લાખ ઉપાડી લીધા હતા. જુલાઈમાં નિવૃત DYSPના પિતાના મૃત્યુ બાદ તેઓ બેન્ક ખાતું બંધ કરવા પહોંચ્યા ત્યારે મૃત્યુ બાદ પણ પૈસા ઉપાડ્યા હોવાનું ખુલ્યું હતું. જેથી તપાસ કરતા ATMના CCTV ફુટેજમાં કેરટેકર હિતેશ ચુનારાનો ભાંડો ફૂટી જતા સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.
આ પણ વાંચો: 6 કલાકમાં ડિપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે, આરોપી હિતેશ ચુનારા ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો હતો અને વસ્ત્રાપુરમાં એડવીનો હેલ્થકેર કંપનીમાં કેરટેકરે તરીકે જોડાયો હતો. નિવૃત DYSPના પિતા 2020માં કોરોના કારણે બીમાર થયા હતા અને ત્યારથી જ બ્લડપ્રેશર, ડાયાબિટીશ અને અલગ-અલગ બીમારીના કારણે 2021થી કેરટેકરે રાખવામાં આવ્યો હતો. આરોપી હિતેશ ચુનારા 2023માં કેરટેકરે તરીકે નોકરી આવ્યો હતો. વૃદ્ધાવસ્થા અને બીમારીનો લાભ લઈને ઓગસ્ટ 2023થી ઓગસ્ટ-2024 સુધી આરોપીએ જુદા જુદા ATM કાર્ડમાંથી પૈસા ઉપાડ્યા હતા. આ દરમ્યાન 4 જુલાઈ 2024ના રોજ નિવૃત DYSPના પિતાનું અવસાન થયું હતું. એક મહિના બાદ તેઓ HDFC બેન્ક ખાતું બંધ કરવા ગયા હતા ત્યારે આરોપીએ મૃત્યુ બાદ પણ ખાતામાંથી પૈસા ઉપાડ્યા હતા. આ 16 લાખનું રૂપિયાનું આરોપીએ શુ કર્યું જે મુદ્દે સાયબર ક્રાઇમે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સાબર સ્ટેડિયમમાં જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા, જેએમ તન્ના હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓએ મેળવ્યા બે ગોલ્ડ મેડલ
સાયબર ક્રાઇમે કેરટેકર દ્વારા થયેલી ઠગાઈ કેસમાં આરોપી હિતેશ ચુનારાની ધરપકડ કરી છે. આ આરોપી કેટલા સમયથી હેલ્થકેર કંપનીમાં જોડાયેલો હતો અને અન્ય બીજા કેટલાં લોકોના ઘરે નોકરી કરી છે, ત્યાં આ પ્રકારે ચોરી કરી છે કે નહીં, ચોરીના રૂપિયાનો ક્યાં ઉપયોગ કર્યો છે. તેવા તમામ મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.