December 17, 2024

હોળીના રંગમાં ભંગ ના પડે તેનું રાખો ધ્યાન, કરો આટલી તૈયારી

Holi 2024: દર વર્ષે હોળીનો તહેવાર ખુબ જ જોશ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. વર્ષમાં માત્ર એક વખત આવતા આ રંગના તહેવારની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે બધા જ લોકો મસ્તીમાં ડુબેલા હોય છે. આ મસ્તીની વચ્ચે કેટલીક સામાન્ય ભૂલો મોટુ સ્વરૂપ લઈ લેતી હોય છે. આથી આ રંગના પર્વમાં ભંગ ના પડે તે માટે કેટલીક વસ્તુની સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. આજે હોળી રમતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ
રંગો સાથે હોળી રમતા પહેલા ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ્ડ કરવું. જેથી તમારી ત્વચામાંથી રંગ યોગ્ય રીતે દૂર થઈ જાય. કારણ કે સુકી ત્વચા પર રંગ લગાવવાથી તે રંગ ઘણા સમય સુધી સ્કિન પર રહી જાય છે. આથી હોળી રમતા પહેલા ત્વચા પર સારું મોઈશ્ચરાઈઝર કે કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ત્વચા ભેજવાળી રહે અને હોળીના રંગો સરળતાથી ત્વચા પરથી ઉતરી જાય.

સ્કાર્ફ અથવા કેપનો ઉપયોગ
તમારા વાળને રંગોમાં ભળેલા ખતરનાક રસાયણોથી બચાવવા માટે હંમેશા તમારા માથાને સ્કાર્ફ અથવા કેપથી ઢાંકો. જેથી રંગોના રસાયણોને તમારા વાળ સુધી પહોંચતા અટકાવશે અને વાળને ઓછું નુકસાન થશે.

વોટરપ્રૂફ અથવા ફુલ સ્લીવના કપડાં
તમારી ત્વચાને રંગોથી બચાવવા માટે ફક્ત વોટરપ્રૂફ અથવા આખી બાંયના કપડાં પહેરીને જ બહાર જાઓ. આમ કરવાથી તમારી ત્વચા રંગોથી સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો: હોળીના દિવસે મહેમાનોને મીઠાઈની જગ્યાએ ખવડાવો ચાટ

ચશ્માનો ઉપયોગ
આંખોને રંગથી બચાવવા માટે હોળીના દિવસે હંમેશા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. આ તમારી આંખોને રંગોથી બચાવશે.

પાણીના ફુગ્ગાઓ ટાળો
પાણીથી ભરેલા ફુગ્ગા ક્યારેક ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. જો આ ફુગ્ગાઓ દૂરથી કોઈના ચહેરા પર અથડાશે તો તે આંખ કે કાનને નુકસાન પહોંચાડી શકે છે. આથી હંમેશા પાણીના ફુગ્ગાનો ઉપયોગ કરવાનું ટાળો અને હોળી પર નાના બાળકોને ક્યારેય એકલા ઘરની બહાર ન જવા દો.