January 23, 2025

BCCI એ કરી લ્હાણી: હવે દરેક ક્રિકેટેરને એક IPL મેચ માટે મળશે 7.5 લાખ રૂપિયા

Jay Shah Annonce for IPL News: BCCI ચેરમેન જય શાહે મોટી જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જય શાહે જણાવ્યું છે કે IPLમાં કનઝિસ્ટનસી અને શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખવા માટે ઐતિહાસિક પગલાંના ભાગરૂપે, જાહેરાત કરતાં અમને ખૂબ જ ઉત્સાહ થઈ રહ્યો છે.

BCCI ચેરમેને જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે થી ક્રિકેટરને પ્રત્યેક IPL મેચ માટે મેચ ફી તરીકે રૂપિયા 7.5 લાખ આપવામાં આવશે તેમજ એક સિઝનમાં તમામ લીગ મેચો રમનાર ક્રિકેટરને તેના કરારની રકમ ઉપરાંત રૂ. 1.05 કરોડ આપવામાં આવશે.

જય શાહે આગળ ટ્વિટમાં લખ્યું હતું કે, દરેક ફ્રેન્ચાઇઝી સીઝન માટે મેચ ફી તરીકે રૂ. 12.60 કરોડ ફાળવશે!. વધુમાં BCCI ચેરમેને આ જાહેરાતને IPL અને ભારતીય ખેલાડીઓ માટે નવા યુગની શરૂઆત ગણાવી હતી.