January 23, 2025

Anshuman Gaikwadની મદદ માટે આવ્યું BCCI

Anshuman Gaekwad:  ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને મુખ્ય કોચ અંશુમન ગાયકવાડ લાંબા સમયથી બ્લડ કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે હવે BCCI તેમનો સાથ આપવા માટે આગળ આવ્યું છે. જેમાં જય શાહે તાત્કાલિક અસરથી 1 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાનો આદેશ આપ્યો છે.
લાંબા સમયથી કેન્સરથી પીડિત
ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને મુખ્ય કોચની ભૂમિકા ભજવનાર અંશુમન ગાયકવાડ છેલ્લા ઘણા લાંબા સમયથી કેન્સરથી પીડિત છે. તેમની સારવાર હાલ લંડનમાં થઈ રહી છે. એક પેપરમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જે બાદ ઘણા ખેલાડીઓએ તેમની સારવાર અને પરિવારને આર્થિક સહાય માટે બીસીસીઆઈ પાસે મદદ માંગી હતી. જે બાદ જય શાહે અંશુમન ગાયકવાડના પરિવારને તાત્કાલિક સહાયની જાહેરાત કરી છે.

પરિવાર સાથે વાત કરી
અંશુમન ગાયકવાડે બે વખત ભારતીય ટીમના કોચની ભૂમિકા ભજવી છે. જય શાહે ગાયકવાડના પરિવાર સાથે વાત કરી હતી અને તેમની સાથે રહેવાની ખાતરી આપી હતી. બોર્ડ દ્વારા દરેક પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે.અંશુમન ગાયકવાડની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે 1974 થી 1984 વચ્ચે કુલ 40 ટેસ્ટ રમી છે. તેણે 29.63ની એવરેજથી 1985 રન બનાવ્યા હતા.