May 19, 2024

બનાસકાંઠા-પાટણ કોંગ્રેસના 300 કાર્યકરો ભાજપમાં જોડાયાં

banaskantha patan 300 congress karyakarta joined bjp

સાંસદ ભરતસિંહ ડાભીએ કેસરિયો ખેસ પહેરાવી કાર્યકરોને આવકાર્યા હતા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણી એકબાજુ નજીક આવી રહી છે. ત્યાં બીજીબાજુ ભાજપમાં જાણે ભરતીમેળો ચાલુ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા અને પાટણ લોકસભા માટે ભાજપ ઉમેદવારોની જાહેરાત કરતા ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો છે. પ્રચાર દરમિયાન કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કાંકરેજમાં પાટણ લોકસભાના ઉમેદવારના હસ્તે 300થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. જ્યારે વડગામમાં પણ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને મતદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કોંગ્રેસના ટિકિટ જાહેર કરવાના ઠેકાણા નથી તેની વચ્ચે ભાજપને પાટણ લોકસભાની બેઠક પરથી ભરતસિંહ ડાભીની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે અને આ ઉમેદવારે તેમનો પ્રચાર તેજ કર્યો છે. પાટણ લોકસભા વિસ્તારમાં વિવિધ જગ્યાએ પ્રચાર કરી અને પ્રચારનો વેગવંતો બનાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. કાંકરેજના કાર્યક્રમમાં સાત ગામથી વધુના કોંગ્રેસના કાર્યકરો સરપંચ સહિત 300થી વધુ લોકો ભાજપમાં જોડાયા હતા.

વડગામના માર્કેટયાર્ડમાં કાર્યકરો અને પ્રભારીઓ સાથેની બેઠકમાં બુથ મજબૂત કરવા અને વધુ મતદાન અંગે વિચાર વિમસ કરી અને જીતની આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને વડગામ તાલુકામાં 2500 મત ઓછા મળ્યા હતા ત્યારે કાર્યકર્તાઓને હાકલ કરી હતી કે, આ વખતે 25 હજાર મત વડગામ તાલુકામાંથી મળે તેવી દિશામાં પ્રચાર અને કાર્ય વધુ મજબૂત બનાવવાની હાકલ કરી હતી.