બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, 3 હજાર લીટરથી વધુ તેલ જપ્ત
બનાસકાંઠાઃ તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લાના ધાનેરા અને ડીસાની ઓઇલ મીલમાંથી 6.55 લાખનો 3,639 લીટર શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો જપ્ત કર્યો છે. ધાનેરાના વાલેર ગામમાં લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી તેમણે સેમ્પલ લીધા છે.
સેમ્પલ લઈને 2,85,440 લાખનો 1586 લીટર શંકાસ્પદ ઓઇલનો જથ્થો જપ્ત કર્યો છે. ધાનેરાના કરાધણી ગામની અર્બુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાયડાના તેલના સેમ્પલ લીધા છે. સેમ્પલ લઈ 1590 લીટર 2,86,200 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ઉપરાંત ડીસા GIDCમાં બજરંગ માર્કેટિંગ પેઢીના માલિક દ્વારા ડબામાં રાઈસ બ્રાન ઓઈલ ભરી રાયડાનું તેલ દર્શાવી વેચાણ કરવામાં આવતું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ક્રિષ્ના બ્રાન્ડ રાઈસ બ્રાન 463 કિલોગ્રામ 84,440 હજારનો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કર્યો છે.