December 24, 2024

બજરંગ પુનિયાએ કર્યું ત્રિરંગાનું અપમાન, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

Bajrang Punia Indian Flag: ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા વિવાદમાં ફસાયો છે. બજરંગ પુનિયાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બજરંગ પુનિયા પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફરેલી રેસલર વિનેશ પુનિયાનું સ્વાગત કરવા ગયો હતો. આ દરમિયાન રેસલર વિવાદોમાં ઘેરાઈ ગયો છે.

રેસલર વિવાદોમાં ઘેરાઈ ગયો
બજરંગ પુનિયાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં બજરંગ પુનિયા તિરંગાની ઉપર ઊભેલા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો ફોટોમાં જોઈ શકાય છે કે આ ફોટો ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે. આ રેસલર વિવાદોમાં ઘેરાઈ ગયો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રકારની સતત કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ડિવોર્સ બાદ કરી રહ્યો છે ઇન્જોય, ફોટો વાયરલ

સોશિયલ મીડિયા પર ગુસ્સો
સોશિયલ મીડિયા યુઝર્સ સતત બજરંગ પુનિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ રેસલરે ભારતના ત્રિરંગાનું અપમાન કર્યું છે. ફોટોની સાથે ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વિનેશ ફોગાટ જ્યારે ઈન્ડિયા આવી ત્યારે તેનું સ્વાગત કરવા ઘણા ખેલાડીઓ પહોંચ્યા હતા. બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા ઘણા પ્રખ્યાત ચહેરાઓ તેમનું સ્વાગત કરવા આવ્યા હતા.