November 19, 2024

ચેન્નઈ સુપર કિંગ્સે RCBને 6 વિકેટે હરાવ્યું, આ યુવા ખેલાડી હારીને પણ જીત્યો!

અમદાવાદ: IPL 2024 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ જીતી ગયું છે. RCB ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 6 વિકેટે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. RCBને હારનો સામનો કરવો પડ્યો છતાં આ ખેલાડી હીરો બની ગયો છે. મેચ બાદ તેમના વખાણ કરવામાં આવી રહ્યા છે.

શાનદાર પ્રદર્શન કર્યું
IPL 2024 ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે બાજી મારી દીધી હતી. RCB ટીમને 6 વિકેટે હારવાનો વારો આવ્યો હતો. જોકે આ મેચમાં બંને ટીમના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પર્ફોરમન્સ જોવા મળ્યું હતું. આરસીબીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં CSKએ સરળતાથી લક્ષ્યને પ્રાપ્ત કર્યો હતો. RCBને હારનો સામનો કરવો પડ્યો પરંતુ આ ટીમમાં રહેલો એક ખેલાડી દરેકની નજરમાં આવી ગયો છે અને તેમના ખુબ વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: IPLની પ્રથમ મેચમાં જ વિવાદ, વિરાટ કોહલી આ ખેલાડીને બોલ્યો અપશબ્દ

લોકોના દિલ જીતી લીધા
ફાફ ડુ પ્લેસિસે મેચમાં 23 બોલમાં 35 રન બનાવ્યા હતા. રજત પાટીદાર, ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલને પેવેલિયનને બેટિંગ કરવા મોકલ્યા હતા. ત્યાર બાદ દિનેશ કાર્તિક અને યુવા અનુજ રાવતે શાનદાર ઇનિંગ રમી હતી. આ બે ખેલાડીઓ એવા છે કે જેના કારણે કાલની મેચમાં RCB મોટો સ્કોર કરી શકી હતી.અનુજ રાવતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર ઇનિંગ રમ્યા હતા. તેમણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા આ મેચ દરમિયાન માર્યા હતા. અનુજ રાવતને RCB ટીમે 3.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છેલ્લા બોલે રનઆઉટ થયો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે તેણે પોતાની બેટિંગથી મોટા ભાગના લોકોના દિલ જીતી લીધા હતા.

વખાણ કર્યા
અનુજ રાવતના ક્રિકેટ ચાહકો વખાણ કરી રહ્યા છે. જેમાં કેપ્ટન ડુ પ્લેસિસે દિલ ખોલીને વખાણ કરતા કહ્યું કે અમે કેટલીક વિકેટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે અમારી પાસે પૂરતા રન નહોતા. અનુજ રાવતે આ મેચ દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે. કરી બતાવ્યું છે કે તે આગળ જઈને તે સારું પ્રદર્શન કરી શકે છે. વધુમાં કહ્યું કે યુવા બેટ્સમેને ધીરજ બતાવી છે અને આ ધીરજના કારણે તેણે સૌને ચોંકાવી દીધા છે.