January 14, 2025

IND vs ZIM: ભારતીય ટીમે AUSનો તોડી નાંખ્યો આ રેકોર્ડ

IND vs ZIM: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચ 100 રને ભવ્ય જીત પ્રાપ્ત કરી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. મેચમાં ભારત તરફથી રૂતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

મહત્વની ભૂમિકા ભજવી
ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 શ્રેણી રમી રહી છે. શ્રેણીની બે મેચ રમાઈ છે. જેમાં પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની હાર અને બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે. જેના કારણે શ્રેણી 1-1થી બરાબર છે. ભારતીય ટીમની કમાન ગિલના હાથમાં છે. બીજી મેચમાં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું છે. અભિષેક શર્માએ તોફાની સદીએ ટીમ ઈન્ડિયાને જીત અપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: India vs Zimbabwe T20 Series: India Teamની હારથી ફેન્સને યાદ આવ્યો આ ખેલાડી

સૌથી વધુ સ્કોર ધરાવતી ટીમ
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝિમ્બાબ્વે સામે કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. આ રેકોર્ડ પહેલા ઓસ્ટ્રેલિયા પાસે હતો. T20I માં ઝિમ્બાબ્વે સામે સૌથી વધુ સ્કોર ધરાવતી ટીમની વાત કરવામાં આવે ભારત- 234 રન, ઓસ્ટ્રેલિયા- 229 રન, અફઘાનિસ્તાન- 215 રન, ન્યુઝીલેન્ડ- 202 રન, બાંગ્લાદેશ- 200 રન બનાવ્યા હતા.