January 24, 2025

4 હજાર વર્ષ પહેલા પણ થઇ હતી કેન્સરની સારવારની કોશિશ, જાણો કેવી રીતે?

ફ્રંટિયર્સ ઈન મેડિસિન જર્નલમાં પ્રકાશિત શોધ, જર્મની, ઈંગ્લેન્ડ અને સ્પેનના શોધકર્તાઓએ મળીને કરી છે.

Ajab Gazab News: 4 હજાર વર્ષ જૂની બે ખોપડીઓના વિશ્લેષણથી જાણકારી મળી છે કે, પ્રાચીન સમયના લોકોએ પણ કેન્સરની સારવારની કોશિશ કરી હતી. શોધકર્તાઓને તેનેા પુરાવા પણ મળ્યા છે. રિસર્ચથી જાણકારી મળી છે કે, પ્રાચીન મિસ્રના લોકોએ ન માત્ર કેન્સર વિશે જાણકારી હતી પરંતુ તેઓ તેની સારવાર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. શોધકર્તાઓને પુરાવાઓ મળ્યા છે કે, હજારો વર્ષ પહેલા મિસ્રના ડોક્ટરોએ દર્દીના મગજનું ઓપરેશન કરી ગાંઠ (ટ્યૂમર) નીકાળવાની કોશિશ કરી હતી.

ફ્રંટિયર્સ ઈન મેડિસિન જર્નલમાં પ્રકાશિત શોધ, જર્મની, ઈંગ્લેન્ડ અને સ્પેનના શોધકર્તાઓએ મળી કરી છે. શોધ માટે ખોપડીઓને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના ડકવર્થ કલેક્શનથી લીધી હતી. જેમાં એક ખોપડી 2687થી 2345 ઈસા પૂર્વ 30 થી 35 વર્ષના યુવકની હતી. જ્યારે બીજી 663 થી 343 ઈસા પૂર્વ 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાની છે.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણેય અધિકારીઓના સસ્પેન્શન બાદ ધરપકડની સંભાવના

આવી રીતે જાણકારી મળી
શોધકર્તાને ખોપડીમાં મોટી ઈજાના નિશાન મળ્યા, જે અસામાન્યરૂપેથી ઉભરતા ઉતકોના સંકેત હતા. આ ઈજાની આસપાસ અન્ય ઈજાના પણ નિશાન છે. જે બીમારી ફેલાવવા તરફ ઈશારો કરે છે. આ ઈજાની આસપાસ ચાકૂના નિશાન પણ હતા. જે દર્શાવે છે કે, કેન્સરની ગાંઠોને નીકાળવાની કોશિશ કરવામાં આવી છે. આ શોધની લેખિકા તાતિયાના ટોંડિનીએ જણાવ્યું કે અમે જાણવા માગતા હતા કે પ્રાચીન કાળમાં કેન્સર જેવી ખતરનાક બીમારી હતી. જો હતી તો તે કેટલી સામાન્ય હતી અને તે સમયે લોકોને તેની સારવાર કેવી રીતે કરતા હતાં.

ઓપેરેશનના નિશાનથી મળ્યા સંકેત
આ શોધના સહ-લેખક એલ્બર્ટ ઈસિડ્રોએ કહ્યુ, અમને કેન્સરના ટ્યૂમરથી ગ્રસ્ત લોકોની ખોપડીઓ પર ઓપરેશનના નિશાન મળ્યા છે. આથી લાગે છે કે, ડોક્ટર્સ હજારો વર્ષ પહેલા કેન્સર જેવી બીમારીને સમજવા અને સારવાર કરવાનો પ્રયાસ કર્યો હતો.