January 19, 2025

ગુજરાતનો માહોલ બગાડવાનો પ્રયાસ, ચોક્ક્સ સમુદાયના ત્રણ યુવકોની ધરપકડ

ગુજરાતના અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો દ્વારા માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા પથ્થરમારાની અફવા ફેલાવવા બદલ ગુજરાત પોલીસે ચોક્કસ સમુદાયના ત્રણ યુવકોની ધરપકડ કરી લીધી છે. સત્તાવાર નિવેદનમાં જાણવા મળ્યું કે આરોપીઓએ પોલીસને માહિતી આપી હતી કે અમદાવાદ શહેરના વાસણા વિસ્તારના ગુપ્તા નગર પાસે પથ્થરમારો થયો છે આરોપીઓએ આવી માહિતી વોટ્સએપ ગ્રુપમાં ફેલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીનો ઉદ્દેશ્ય લોકોમાં ભય અને ચિંતા વધારવાનો હતો. પોલીસે આ તમામ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દીધો છે. જેની માહિતી બુધવારે સાયબર ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

તપાસ બાદ આરોપીઓ ઝડપાયા
સાયબર ક્રાઈમ દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, પોલીસને મંગળવારે મોડી રાત્રે માહિતી મળી હતી કે વાસણા વિસ્તારના ગુપ્તા નગર વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સોએ પથ્થરમારો અંગે વોટ્સએપ પર મેસેજ વાયરલ કર્યો હતો. જ્યારે વાસણા પોલીસ ગુપ્તા નગર વિસ્તારમાં પહોંચી તો આ દાવો ખોટો નીકળ્યો. પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે, વાસણાની સાયબર ક્રાઈમ બ્રાન્ચે બુધવારે સવારે અફવાઓ ફેલાવવા બદલ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર બીએમ પટેલે જણાવ્યું કે, તપાસ બાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ કરી હતી. આ લોકોએ જાણી જોઈને વિવિધ વોટ્સએપ ગ્રુપમાં અફવા મોકલી હતી.

આ પણ વાંચો : પાટણના હારીજમાં રખડતાં ઢોરે આધેડને અડફેટે લેતા મોત, સ્થાનિક લોકો રોષે ભરાયા

પોલીસ ઈન્સ્પેક્ટર બીએમ પટેલે જણાવ્યું કે સંપૂર્ણ તપાસ બાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી. આ ત્રણ લોકોએ જાણી જોઈને અલગ અલગ વોટ્સએપ ગ્રૂપમાં અફવા ફેલાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ સામે IPCની કલમ 505 (1) (B) હેઠળ લોકોમાં ભય અથવા ચિંતા ફેલાવવાના હેતુથી કોઈપણ નિવેદન, અફવા અથવા અહેવાલ પ્રકાશિત કરવા અથવા ફેલાવવા સંબંધિત ગુનાઓ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્રણ આરોપીઓની ઓળખ જમાલપુર વિસ્તારના રહેવાસી ઓજેફ તિર્મીજી, ઈકબાલ અહેમદ ગોટીવાલા અને જુનૈદ નિલગર તરીકે થઈ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં 1969 અને 2002માં મોટા પાયે રમખાણો થયા છે જેમાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, આવી સ્થિતિમાં અફવાની એક નાની ચિનગારી પણ શહેરને હિંસાની આગમાં ધકેલી શકે છે. .