May 20, 2024

કચ્છ સરહદેથી ભારતમાં ઘૂસ્યો પાકિસ્તાની યુવક, BSFના હાથે ઝડપાયો

BSFએ ગુજરાતના કચ્છમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરના બોર્ડર પિલર 1137 પાસે એક યુવકને પકડી લીધો છે. પકડાયેલ યુવકની ઉંમર 18 થી 20 વર્ષની છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ યુવક બોલી શકતો નથી. જોકે આ યુવક પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ અંગે પાકિસ્તાન રેન્જર્સને પણ જાણ કરી દેવામાં આવી છે.
BSF ગુજરાતે જણાવ્યું હતું કે ગત બુધવારે રાત્રે કચ્છ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન BSF જવાન ગેટ પાસે એક શંકાસ્પદ પાકિસ્તાની યુવક જોવા મળ્યો હતો. અટકાયત કરાયેલ યુવક માનસિક રીતે ઠીક નથી અને તેની ઓળખ બતાવવા પણ તે સક્ષમ નથી. નોંધનીય છે કે 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને બીએસએફ સંપૂર્ણ રીતે એલર્ટ છે.

બીજી બાજુ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)દ્વારા જમ્મુના આરએસ પુરા સેક્ટરના મકવાલ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરવમાં આવી છે. યુવકની ઓળખ મોહમ્મદ સાકિબ (20) તરીકે થઈ છે. જો કે હાલ બીએસએફ તેની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતનો માહોલ બગાડવાનો પ્રયાસ, ચોક્ક્સ સમુદાયના ત્રણ યુવકોની ધરપકડ

પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને BSFએ સરહદ પર પેટ્રોલિંગ વધારી દીધું
26મી જાન્યુઆરીને કારણે કચ્છ બોર્ડર પર જવાનો સરહદ પર બાજ નજર કરી રહ્યાં છે. બુધવારે બીએસએફના જવાનો નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ ફરતો જોવા મળ્યો હતો. બીએસએફે તરત જ તેને પકડી લીધો હતો અને તેની તલાશી લેતા તેનું પાકિસ્તાન ઓળખ કાર્ડ મળી આવ્યું હતું. આ પછી તેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે.