યુવતીને બ્લેકમેઈલ કરી પૈસા પડાવતા વિધર્મી યુવકની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં યુવતીને બ્લેકમેઈલ કરીને પૈસાની ઉઘરાણી કરનાર મુસ્લીમ પ્રેમી ઝડપાયો. બોપલની યુવતીને સોશિયલ મિડીયા દ્વારા પ્રેમજાળમા ફસાવીને અશ્લીલ વિડીયો રેકોડીંગ કરીને બ્લેકમેઈલ કરી. યુવતીએ કંટાળીને બે વખત હાથની નસો કટ કરીને આપઘાતનો પ્રયાસ કર્યો. જે મામલે યુવતીની માતાએ બોપલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે પુણેથી આરોપીની ધરપકડ કરી.
બોપલ પોલીસે શાહિલ એહમદ ઇબ્રાહિમ સતારકર નામના શખ્સની ધરપકડ કરી છે. આ મુસ્લીમ યુવકે 21 વર્ષની યુવતીને બ્લેકમેઈલ કરીને માનસિક સતામણી કરતા યુવતીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો. ઘટનાની વાત કરીએ તો અમદાવાદના બોપલમા વેપારીની 21 વર્ષની દિકરીને આરોપી સાહિલ એહમદે સોસીયલ મિડીયામા ઈન્સ્ટગ્રામ મારફતે યુવતી સાથે મિત્રતા કરીને તેને પ્રેમજાળમા ફસાવી હતી. યુવતીને વિડીયો કોલ કરીને અશ્લીલ વિડીયો રેકોડીંગ કર્યો. મુસ્લિમ યુવકે યુવતીને ગોવા મળવા બોલાવી હતી. અને બન્ને વચ્ચે ઝઘડો થતા આરોપીએ સીગરેટના ડામ આપ્યા હતા. ત્યારબાદ, યુવતીને અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને વોટસએપમા સ્કેનર મોકીલને પૈસાની માંગણી કરી હતી. યુવતીએ થોડા થોડા 90 હજાર રૂપિયા ચુકવ્યા હતા. આરોપીની બ્લેકમેઈલીંગ બંધ નહિ થતા યુવતીએ હાથની નસ કાપીને આપઘાતનો બે વખત પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીની માતાએ બોપલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે મહારાષ્ટ્રના પુણેથી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમા સામે આવ્યુ કે આરોપી સાહિલ એહમદ મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી છે. અને તાજ કોર્નર પર ફ્રુટની દુકાનમાં નોકરી કરે છે. બોપલની યુવતી 6 વર્ષ પહેલા પૂર્ણેમા ધોરણ 10મા અભ્યાસ કરતી હતી. તેની કલાસમા અભ્યાસ કરતા એક મિત્ર પાસેથી આરોપીએ યુવતીનો નંબર મેળવ્યો હતો. જે બાદ એક વર્ષ પહેલાં યુવતીને ઈન્સ્ટગ્રામ પર સંપર્ક કર્યો હતો. મુસ્લિમ યુવક સાહિલ એહમદ ઇબ્રાહિમ એ યુવતી સાથે મિત્રતા કેળવી અને ડિસેમ્બર 2023 માં ગોવા બોલાવી. જ્યાં યુવતીને પ્રેમજાળમા ફસાવીને તેના અશ્લીલ વિડીયો બનાવી દીધા હતા. આરોપી યુવતીને સીગારેટ પીવા અને તેના મિત્રો સાથે વાતચીત કરવા દબાણ કરતો હતો. આ ઉપરાંત યુવતીના મોબાઈલમા સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામના યુઝર નેમ અને પાસવર્ડ મેળવીને યુવતી પર નજર રાખીને માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળની યુવતીએ જમણા હાથની નસ પર બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો,. યુવતીની માનસિક સ્થિતી ખરાબ થઈ જતા પરિવારે નેપાળ યુવતીને રિહાબ સેન્ટર મોકલી દીધી છે.
બોપલ પોલીસે દુષ્પ્રરણ, બ્લેકમેઈલ અને માનસિક સતામણીને લઈને આરોપી સાહિલઅહેમદ વિરૂધ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે. આ યુવકનો મોબાઈલમાંથી યુવતીના અશ્લીલ વિડીયા અને ડેટા મેળવવા એફએસએલની મદદ લીધી છે. આ આરોપીએ અન્ય કોઈ યુવતી સાથે આ કૃત્ય કર્યુ છે. આ યુવક સાથે અન્ય કોઈ વ્યકિતની સંડોવણી છે કે નહિ તે મુદ્દે વધુ પુછપરછ શરૂ કરી છે.