November 16, 2024

કોંગ્રેસે ગાંધી આશ્રમના વિકાસનો વિરોધ કરવા કહ્યું, કયા મોઢે કરુંઃ અર્જુન મોઢવાડિયા

Arjun Modhwadia said congress said to oppose development of gandhi ashram

અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક નિવેદન આપ્યું છે.

પોરબંદરઃ પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિકાસને લઈને નિવેદન આપ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભામાં તેમણે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ હતુ કે, PM નરેન્દ્ર મોદીના વિકસિત ભારતની યાત્રામાં હું ભાજપમાં જોડાયો હતો.

તેમણે આગળ જણાવ્યુ હતુ કે, દૂધમાં સાકર ભળી જાય તેમ અમે ભાજપમાં ભળી જઈશું. 40 વર્ષ સુધી એક જ પક્ષમાં રહ્યા હોઈએ અને પછી કોઈ સબળ કારણ વગર કોઈપણ વ્યક્તિ પક્ષ ના છોડે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, સાબરમતી આશ્રમની માટે ગાંધીજીએ 160 એકર જમીન લધી હતી. મારા જેવા લોકો આવતા ગયા અને જમીન વેચતા ગયા. આખરે હવે માત્ર 20 એકર જમીન વધી છે, બાકીની બધી જમીન એકપછી એક એમ વેચાઈ ગઈ.

મોઢવાડિયાએ કહ્યુ હતુ કે, PM બન્યા પછી નરેન્દ્રભાઈની નજરમાં હતું કે વેચેલી બધી જમીન પાછી લેવી છે. આજે ત્યાં ભવ્ય સાબરમતી આશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. 55 એકર જમીન પર આ આશ્રમ બનશે. ત્યારે મને કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ કે, આનો વિરોધ કરવો જોઈએ… પણ હું કયા મોઢે વિરોધ કરવા જઉં.