ફાગણી પૂનમે શામળાજીમાં શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
સંકેત પટેલ, શામળાજીઃ હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા. હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાનાં આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભરી તેમજ અબીલ-ગુલાલની છોળો ઉડાડી રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં ઠેર-ઠેર યોજાશે વૈદિક હોળી, જાણો તેના ફાયદા
આ પ્રસંગે હજારો ભક્તો જોડાયા હતા. ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં હોળી અને રંગોત્સવનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ રંગોત્સવની ઉજવણી માટે મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ પરિવારના મંગલની કામના પણ કરી હતી.