December 21, 2024

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની આ વસ્તુ આનંદ મહેન્દ્રાને પસંદ આવી ગઈ

અમદાવાદ: ઈઝરાયલ અને ઈરાનનું સંઘર્ષ સપાટી પર આવી ગયું છે. હાલ સમગ્ર દુનિયાની નજર તેમના પર છે. આ યુદ્ધ જેવી સ્થિતિમાં પણ મહેન્દ્રા ગ્રૃપના ચેરમેન આનંદ મહેન્દ્રાને કંઈક એવી વસ્તુ પસંદ આવી ગઈ છે. જેની પ્રશંસા તેમણે સોશિયલ મીડિયામાં કરી છે. આનંદ મહેન્દ્રાએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, આપણને પણ આ સિસ્ટમની ખુબ જ જરૂર છે.

આનંદ મહેન્દ્રાએ આ વાતના કર્યા વખાણ
મહત્વનું છે કે, દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહેન્દ્રાએ ઈઝરાયલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના વખાણ કર્યા છે. તેમણે કર્યું કે, ભારતે પણ બીજા શસ્ત્રોની સાથે આયરનક્લેડ ડિફેન્સ જેવી સિસ્ટમનો વિકાસ કરવો જોઈએ.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે એસ.જયશંકરે ઇઝરાયલના વિદેશમંત્રી સાથે 17 ભારતીય નાગરિકોને મુક્ત કરવાની કરી માંગ

ઈરાન પર ઈઝરાયલનો હુમલો
મહત્વનું છે કે સીરિયામાં ઈઝરાયલના હુમલામાં ઈરાનના કેટલાક સેન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. એ બાદ બંનને દેશો વચ્ચે ધમકીઓનો દોર ચાલી રહ્યો છે. અંતમાં શનિવારે ઈરાને ડ્રોન અને રોકેટથી ઈઝરાયલ પર હુમલો કરી નાખ્યો. જેમાંથી 99 ટકા રોકેટ ઈઝરાયલના એયર ડિફેન્સ સિસ્ટમના કારણે હવામાં જ ખતમ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા સામે આવ્યો છે.

આનંદ મહેન્દ્રાએ કર્યા વખાણ
આ સમગ્ર હુમલા બાદ આનંદ મહેન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પત્રકારને જવાબ આપતા લખ્યું કે, ઈઝરાયલ પાસે આયરન ડોમથી પણ વધારે ડિફેન્સ સિસ્ટમ રહેલી છે. તેમની પાસે લાંબા અંતરની ઈન્ટરસેપ્ટ કરવા વાળી સિસ્ટમ ડેવિડ સ્લિંગ છે. આ ઉપરાંત તેમની પાસે એરો 2 અને 3 સિસ્ટમ છે. આ ઉપરાંત આયરન બીમ પણ વિકસિત કરવામાં આવી છે. જેનાથી લેઝર નિકળે છે. આ બાદ તેમણે કહ્યું કે, ભારતને પણ આવી સિસ્ટમમાં રોકાણ કરવાની જરૂર છે. આપણે આપણું ફોકસ અને પૈસા આવા દેશોમાં લગાવવું જોઈએ.