January 24, 2025

‘ટ્રમ્પને ભૂલવા તૈયાર છે અમેરિકા’, કમલા હેરિસના પૂર્વ રાષ્ટ્રપતિ સામે સણસણતા પ્રહાર

Kamala Harris in US Presidential Election: અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પાર્ટીઓ એક બીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. ગુરુવારે કમલા હેરિસે કહ્યું હતું કે અમેરિકા હવે ડોનાલ્ડ ટ્રમ્પને ભૂલવા અને દેશ માટે નવો રસ્તો તૈયાર કરવા તૈયાર છે. કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા બાદ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી. કમલા હેરિસને વારંવાર ટ્રમ્પ દ્વારા ખૂબ જ ઉદારવાદી નેતા ગણાવવામાં આવ્યા છે. ઈન્ટરવ્યુમાં જ્યારે કમલા હેરિસને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાને એક મધ્યમાર્ગી ગણાવ્યા હતા.

હું મારા ઉદાર મૂલ્યોને નહિ છોડે: કમલા હેરિસ
કમલા હેરિસે ભારપૂર્વક જણાવ્યું કે તે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર સખત રહેશે અને વિવાદાસ્પદ ઓઇલ ગેસ ફ્રેકિંગ ટેક્નોલોજીનું પણ સમર્થન કરશે. જો કે, તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના ઉદાર મૂલ્યોને નહીં છોડે. અમેરિકાના પ્રથમ અશ્વેત અને દક્ષિણ એશિયાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આરોપ લગાવ્યો કે ‘ટ્રમ્પ એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે જે અમેરિકન તરીકેના આપણાં ચરિત્રને નબળું પાડી રહ્યું છે. તેઓ દેશના ભાગલા પાડી રહ્યા છે.

ટ્રમ્પે કમલા હેરિસની મજાક ઉડાવી
તો, ટ્રમ્પે હેરિસને ‘સૌથી મોટા પલટૂબાજ’ ગણાવ્યા છે. મિશિગનમાં એક રેલીને સંબોધિત કરતાં ટ્રમ્પે કમલા હેરિસની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે તેમનો દેખાવ નેતા જેવો નથી. જોકે, કમલા હેરિસે ટ્રમ્પની પ્રતિક્રિયાનો કોઈ જ જવાબ ના આપત માત્ર રાજકીય રીતે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જ વાત કરી હતી. ઇન્ટરવ્યુ દરમિયાન, કમલા હેરિસે તેલ અને ગેસ માટે ફ્રેકિંગ ટેક્નોલોજીની મદદ લેવાનું પણ સમર્થન કર્યું. ઉલ્લેખનીય છે કે અગાઉ કમલા હેરિસે આનો વિરોધ કર્યો હતો. હેરિસે મેક્સિકો બોર્ડર પરથી ગેરકાયદેસર ઇમિગ્રેશનનો પણ વિરોધ કર્યો હતો.

કમલા હેરિસે પોતાની નીતિઓને લઈને કરી વાત
કમલા હેરિસે ગાઝામાં યુદ્ધવિરામને ટેકો આપ્યો, પરંતુ એમ પણ કહ્યું હતું કે તેઓ ઇઝરાયેલને સમર્થન અને શસ્ત્રોની સપ્લાય કરવાનું ચાલુ રાખશે અને આ મામલે રાષ્ટ્રપતિ જો બાઈડેનની નીતિઓને ચાલુ રાખશે. પોતાના ડાબેરી સમર્થકોને સંબોધતા કમલા હેરિસે કહ્યું કે ‘તેઓ પોતાનું મૌલિક રૂપ ફેરફાર નહીં કરે. તેમણે કહ્યું કે ‘મારા મૂલ્યો નથી બદલાયા’. મહત્વનું છે કે, 10 સપ્ટેમ્બરે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલીવાર ડિબેટ થશે અને આ ડિબેટ ફિલાડેલ્ફિયામાં યોજાશે. હાલમાં જુદા જુદા સર્વેમાં કમલા હેરિસ ટ્રમ્પ સામે લીડમાં ચાલી રહ્યા છે, પરંતુ આ લીડ ઘણી જ ઓછી છે અને એવું માનવામાં આવે છે કે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની વચ્ચે ખરાખરીનો જંગ જામી શકે છે.