ભારતીયોએ Amazon Alexa ને ગત વર્ષે પૂછ્યા ભયાનક સવાલો!
અમદાવાદ: મોટા ભાગના ભારતીયઓ આજે એલેક્સાનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે અમે આજે તમને જણાવીશું કે આખા વર્ષ દરમિયાન ભારતીય યુઝર્સે એમેઝોનના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ એલેક્સાને કેવા કેવા સવાલો કર્યા હતા.
સૌથી વધુ રસ દાખવ્યો
ભારતીય યુઝર્સે ગયા વર્ષે એમેઝોન એલેક્સાને ઘણા અનોખા પ્રશ્નો પૂછ્યા છે. જેની આપણે આજે ચર્ચા કરીશું. જેમાં એક અહેલાન અનુસાર મોટાભાગના ભારતીય યુઝર્સે ChatGPTમાં સૌથી વધુ રસ દાખવ્યો હતો. લોકોએ રાજકારણથી લઈને બોલિવૂડની તમામ વાતોને લઈને ચર્ચા કરી હતી. એલેક્સાને વપરાશ કરતા લોકોમાં પણ વધારો થયો છે. વર્ષ 2022ની વાત કરવામાં આવે તો એલેક્સાને 2022 કરતાં 37 ટકા વધુ પ્રશ્નો આ વર્ષમાં પૂછાયા હતા.
આ વિષયો પર ચર્ચા
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સૌથી વધારે લોકોએ ટેક્નોલોજી અને એઆઈને લઈને સવાલો કર્યા હતા. જેમાં યુઝર્સે એલેક્સાને પૂછ્યું કે ‘ભારતના વડાપ્રધાન કોણ છે?’ અને ‘ચેટજીપીટી શું છે?’ આવા પ્રશ્નો સૌથી વધુ પૂછવામાં આવ્યા હતા. લોકોએ AIમાં જબરદસ્ત રસ દાખવ્યો હતો. તેને લગતા સવાલો વધુ કરવામાં આવ્યા હતા. લોકોએ બોલિવૂડની માહિતી લેવા મજેદાર સવાલો કર્યા હતા. જેમાં આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન અને ક્રિકેટર વિરાટ કોહલી જેવા લોકપ્રિય બોલિવૂડ કલાકારો વિશે માહિતી મેળવી હતી. હિટ ફિલ્મોની માહિતી પણ લેવામાં આવી હતી.
ફૂડ લવર્સે કર્યા સવાલો
ફૂડ લવર્સે એલેક્સાને બિરિયાની, બટર ચિકન અને ચાને લગતા સૌથી વધુ પ્રશ્નો પૂછ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ યુઝર્સે એલેક્સાને લોકપ્રિય વાનગીઓ બનાવવાની રીતો વિશે પણ પ્રશ્નો પૂછ્યા છે. સંગીતની વાત કરીએ તો ભારતીય યુઝર્સે હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલ જેવી પ્રાદેશિક ભાષાઓમાં ગીતોની માંગ કરી છે. આ સાથે તેને ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપને કારણે એલેક્સાને ક્રિકેટ મેચો સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા.