January 24, 2025

અમનમાં આશા ફળી, સિંધુનો રેકોર્ડ બ્રેક

Aman Sehrawat Wrestler: ભારતના અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવીને મેડલ જીત્યો હતો. વર્તમાન ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતનો આ પહેલો મેડલ છે. અમન સેહરાવતે 21 વર્ષની ઉંમરમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે પીવી સિંધુનો રેકોર્ડ તોડ્યો છે.

કુસ્તીબાજને વધુ તક આપવામાં
પીવી સિંધુએ રિયો ઓલિમ્પિક 2016માં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઉંમર 21 વર્ષ એક મહિનો અને 14 દિવસની હતી. તે જ સમયે, પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાના સમયે અમન સેહરાવતની ઉંમર 21 વર્ષ અને 24 દિવસ હતી. અમન છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. ભારતીય ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ગઈ કાલની મેચમાં પ્રતિસ્પર્ધી કુસ્તીબાજ તેની સામે ટકી શક્યો ન હતો અને તેણે શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું અને તેના પ્રતિસ્પર્ધીને વધુ તક આપી ન હતી. આખરે જીત અમનની થઈ હતી.

આ પણ વાંચો: મેચ પહેલા અંગત દુશ્મનાવટ કાઢવા ઝેર આપ્યું, CCTVમાં કેદ થયો બનાવ

બાળપણમાં જ અવસાન થયું
અંડર-23 વર્લ્ડ ચેમ્પિયન અમન સેમિફાઈનલમાં જાપાનના રેઈ હિગુચી સામે 0-10થી હારી ગયો હતો, પરંતુ તેણે મેડલની આશા છોડી ન હતી. અમન સેહરાવતનો જન્મ હરિયાણાના ઝજ્જર જિલ્લામાં થયો હતો અને તેમના માતા-પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું. તેણે તેના પિતાના સપનાને સાકાર કરવા માટે કુસ્તીમાં પ્રવેશ કર્યો હતો. આજે ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી યુવા ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો છે.