January 24, 2025

અલ્પેશ ઠાકોરનો હુંકાર, ભાજપને ભવ્ય જીત અપાવીશું

લોકસભાની ચૂંટણી: લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે હવે અલ્પેશ ઠાકોરે એક વીડિયો શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરીને લખ્યું છે કે, ફરી એકવાર મોદી સરકારના સંકલ્પને ચરિતાર્થ કરી ભાજપાને ભવ્ય જીત અપાવીએ. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેમા લોકો બીજેપીને જીતને લઇને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.  ત્યારે અલ્પેશ ઠાકોરે એક વીડિયો શેર કર્યો છે. જેમા તેમણે લખ્યું છે કે, ફરી એકવાર મોદી સરકારના સંકલ્પને ચરિતાર્થ કરી ભાજપાને ભવ્ય જીત અપાવીએ.

તમને જણાવી દઇએ કે થોડાક દિવસ અગાઉ પીએમ મોદીએ કહ્યું કે દેશ કહી રહ્યો છે કે આ વખતે બીજેપી 400ને પાર કરી જશે. ભાજપને ચોક્કસપણે 370 સીટો મળશે. તેમણે કહ્યું કે ત્રીજી ટર્મ દૂર નથી. ત્રીજી મુદત આગામી એક હજાર વર્ષ માટે મજબૂત પાયો નાખશે. રામ મંદિરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભગવાન રામ માત્ર પોતાના ઘરે પરત ફર્યા નથી, પરંતુ એક એવું મંદિર બનાવવામાં આવ્યું છે જે ભારતની પરંપરાઓને નવી ઉર્જા આપતું રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Alpesh Thakor (@alpeshthakor_)

નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકોની નજર ગુજરાતના ઉમેદવાર કોણ હશે તેની પર હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિતના નામોની જાહેરાત કરવામાં આવી છે.  જેમા 28 મહિલા આગેવાનોને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ 51, બંગાળ 20, મધ્યપ્રદેશ 24, ગુજરાત 15, રાજસ્થાન 15, કેરલ 12, તેલંગાના નવ, આસામ 11, ઝારખંડ અને છત્તીસગઢ 11, દિલ્હી પાંચ સહિત 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.