October 16, 2024

ODIની સાથે T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર

SL vs NZ: ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે. જેમાં ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ સિરીઝના અંત પછી તરત જ કિવી ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરશે. જેમાં 2 T20 અને ત્રણ ODI મેચોની સિરીઝ રમવાની છે. ન્યુઝીલેન્ડની ટીમે તેની પ્રથમ મેચ આજથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવાની છે.

શેડ્યુલની જાહેરાત
આ શ્રેણીના અંત પછી તરત જ, કિવી ટીમ ફરી એકવાર શ્રીલંકાની મુલાકાત લેશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા આ સમગ્ર પ્રવાસનું શેડ્યુલની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રથમ 9 નવેમ્બરથી 2 મેચની T20 સિરીઝ રમાશે અને ત્યારબાદ બંને ટીમો વચ્ચે ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

ખૂબ જ સારું પ્રદર્શન
ન્યૂઝીલેન્ડની ટીમે ભારતના પ્રવાસ પર 1 થી 5 નવેમ્બરના સમયગાળામાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. દાંબુલા મેદાન પર 9 અને 10 નવેમ્બરે 2 મેચની T20 સિરીઝની 2 મેચ રમશે. બંને ટીમો વચ્ચે 13 નવેમ્બરથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવાની છે. છેલ્લી મેચ કેન્ડીના મેદાન પર રમાશે. શ્રીલંકાએ સીમિત ઓવરોમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા સામેની મર્યાદિત ઓવરોની સિરીઝની જાહેરાત પહેલા ન્યુઝીલેન્ડની ટીમે હાલમાં જ યજમાન ટીમ સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમી હતી. જેમાં એકતરફી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.