September 8, 2024

Aloe Vera Gelથી વાળ માટે આ રીતે બનાવો કન્ડિશનર

Aloe Vera Hair Conditioner: ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન થતા હોય છે. બજારમાં મળતા કન્ડિશનરમાં કેમિકલ તમારા વાળને નુકસાન પહોંચાડે છે. જેમાં વાળને વાળને પૂરતું પોષણ મળતું નથી. તમે એલોવેરા જેલની મદદથી વાળની સ્થિતિ વધારે સારી કરી શકો છો. એલોવેરા જેલમાંથી બનાવેલું કન્ડિશનર વાળને યોગ્ય પોષણ આપશે. આ સાથે વાળને ઓછું નુકસાન થશે. ત્યારે આવો જાણીએ કે આપણે ઘરે કેવી રીતે એલોવેરામાંથી હેર કન્ડિશનર બનાવી શકીએ.

આ રીતે બનાવો એલોવેરા જેલ કન્ડિશનર
એલોવેરા જેલનો ઉપયોગ વાળની સાથે ત્વચા માટે પણ કરવામાં આવે છે. હવે તમને સવાલ થતો હશે કે એલોવેરા હેર કન્ડીશનર કેવી રીતે બનાવવું. જેમાં તમારે સૌથી પહેલા 2 ચમચી તાજા એલોવેરા જેલ લેવાનું રહેશે. ત્યારબાદ તેમાં તમારે 1 ચમચી નારિયેળ તેલ નાંખવાનું રહેશે. બાદમાં તેમાં 1 ચમચી મધ નાંખો. કોઈપણ આવશ્યક તેલના 2-3 ટીપાં એલોવેરા કંડીશનર કેવી રીતે બનાવવું. એલોવેરાના તાજા પાનને કાપીને તેમાંથી લગભગ 2 ચમચી તાજી જેલ કાઢો. એલોવેરા જેલ, નારિયેળ તેલ અને મધને બ્લેન્ડરમાં મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો. તેમાં તેલ નાંખો.

આ પણ વાંચો: આ Hair Care Routine કરો ફોલો, વાળ થઈ જશે ચમકદાર

અઠવાડિયામાં આટલા દિવસ લગાવો
વાળને શેમ્પૂ કરો અને પછી વાળના મૂળ સુધી કન્ડિશનર લગાવો. 15 મિનિટ સુધી તમે કન્ડિશનર ચાલુ રાખો અને તમારા વાળને શાવર કેપથી ઢાંકી દો. હવે સાદા પાણીથી વાળને ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આ જેલને તમારા વાળ ઉપર લગાવો. જેના કારણે તમારા વાળ ખરતા અટકી જશે અને વાળ સિલ્કી બની જશે.