April 30, 2024

લોકસભા ચૂંટણીને લઇને ગુજરાત રાજ્યની બોર્ડર પર એલર્ટ

સંકેત પટેલ, શામળાજી: આગામી લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ પણ તેમને સોપાયેલી કામગીરીને અનુલક્ષીને ફરજ બજાવી રહ્યા છે. હાલ ગુજરાતને જોડતી બોર્ડરો એલર્ટ મોડ પર થઇ ગયું છે. અરવલ્લી જિલ્લામાથી પસાર થતી ગુજરાત-રાજસ્થાન બોર્ડર ચેકપોસ્ટ પર વાહનની સઘન તપાસ તેજ કરાઈ છે.

આ પણ વાંચો: દશરથનંદનના માથે 11 કરોડનો ડાયમંડનો મુગટ, સુરતીલાલાએ ડિઝાઇન કર્યો

ચૂટણી સમયે થતી રોકડ તેમજ દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ ચૂટણી પંચ દ્વારા વિશેષ તકેદારી રખાઇ રહી છે. જેને લઈને બોર્ડર સિવાય પણ સ્ટેટ અને નેશનલ હાઇવે પર નવી ચેકપોસ્ટ બનાવાઈ છે.નોંધનીય છે કે અગાઉ રૂપિયા 1 કરોડથી વધુની રકમ શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પરથી ઝડપાઈ હતી. છેલ્લા બે દિવસમાં 4 જેટલા પ્રોશિબિશનના કેસો નોંધવામાં આવ્યા છે. કારમાં ગુપ્ત ખાનુ બનાવી દારૂની હેરેફરી કરતા લોકોને પોલીસે ઝડપી લેવા તજવીજ હાથ ધરાઇ છે. જિલ્લાની સાતથી વધુ આંતર રાજ્ય બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક પોલિસ દ્વારા તપાસ ચુસ્ત બનાવાઇ છે.