અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐય્યર ઇતિહાસ રચશે, IPLમાં કોઈ ભારતીયે આવું કર્યું નથી

IPL 2025: IPL 2025 22 માર્ચથી શરૂ થશે.તમામ ટીમના કેપ્ટન નક્કી થઈ ગયા છે. પહેલી મેચ KKR અને RCB વચ્ચે રમાશે. બીજા દિવસે રવિવાર છે એટલે તે દિવસે 2 મેચ રમાશે. અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયર પહેલી મેચમાં કેપ્ટનશીપ સંભાળશે, ત્યારે તેઓ નવો ઇતિહાસ રચી દેશે. ભારતીય ખેલાડીઓની વાત કરવામાં આવે તો આ પહેલા આવું કોઈ ખેલાડી કરી શક્યું નથી. આવો જાણીએ આ ખેલાડીઓ શું બનાવશે રેકોર્ડ.
આ વખતે KKRની જવાબદારી અજિંક્ય રહાણે સંભાળશે
IPL ચેમ્પિયન ટીમ KKR એ આ વખતે અજિંક્ય રહાણેને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. એવો પણ સમય હતો જેમાં પહેલા દિવસે તેને કોઈ પણ ટીમે ખરીદ્યો ના હતો. પરંતુ બીજા દિવસ KKR એ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે તેના હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી હતી. કારણ કે આ ટીમ માટે કેપ્ટન માટે વેંકટેશ ઐયર મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. પરંતુ એવું લાગે છે કે ટીમે તેમના અનુભવને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: કાળા દ્રાક્ષની શિકંજી આ રીતે બનાવો, ઉનાળામાં મોજ પડી જશે
અજિંક્ય રહાણે IPLમાં ત્રીજી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે
અજિંક્ય રહાણે આરસીબી સામે મેદાનમાં ઉતરશે. આવું કરતાની સાથે જ તે મોટો રેકોર્ડ બનાવી લેશે. જેમાં અજિંક્ય રહાણે ત્રીજી ટીમનું નેતૃત્વ કરશે. અત્યાર સુધીમાં કોઈ ખેલાડીએ 3 ટીમનું નેતૃત્વ કર્યું નથી.
શ્રેયસ ઐયર IPLમાં ત્રીજી ટીમનું નેતૃત્વ પણ કરશે
અજિંક્ય રહાણે પછી, શ્રેયસ ઐયર પણ આવું કરનાર બીજો કેપ્ટન બનશે. આ પહેલા તે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અને તે KKR ના કેપ્ટન બન્યો હતો. હવે તે પંજાબની ટીમની કપ્તાની કરતો જોવા મળશે.