Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ
દિલ્હી: આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટા ભાગના ક્ષેત્રોમાં AIની મદદ લેવામાં આવી રહી છે. ત્યારે હવે દિલ્હી AIIMSમાં પણ AIની મદદથી કેન્સરની ઓળખ કરવામાં આવશે. હવે દર્દીઓમાં કેન્સરના નિદાનમાં AIની મદદ લેવામાં આવશે. કેન્સરના નિદાન માટે AIIMSમાં AI પ્લેટફોર્મ iOncology.ai શરૂ કરવામાં આવ્યું છે.
કેન્સરના દર્દીઓનું નિદાન
આજના યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ PPT બનાવવાથી લઈને ઘણા મોટા કામો માટે થઈ રહ્યો છે. તો બીજી બાજૂ કેન્સરના ત્રીજા સ્ટેજ પર તેની માહિતી મળવાના કારણે દર્દીના ઈલાજમાં લેટ થઈ રહ્યું હતું. પરંતુ હવે જો કેન્સરની માહિતી પહેલા જ સ્ટેજ પર મળી જાઈ તો દર્દીનો જલ્દી ઈલાજ થઈ શકે. ત્યારે દિલ્હી એઈમ્સમાં આ ટેક્નોલોજીના કારણે દર્દીઓને ઘણો ફાયદો થશે.દિલ્હી AIIMSમાં કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી કેન્સરના દર્દીઓનું નિદાન પણ કરાશે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગની દિશામાં આ એક મોટું પગલું હોવાનું કહેવાય છે.
આ પણ વાચો: Meta CEO માર્ક ઝુકરબર્ગે કેમ માફી માંગી ?
ભારતમાં કેન્સરના કેસ
એક અહેવાલ મુજબ, કેન્સરને વૈશ્વિક સ્તરે સૌથી ઘાતક રોગ છે. ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીના અંદાજ મુજબ, વર્ષ 2020માં વિશ્વભરમાં કેન્સરના 19.3 મિલિયન કેસ નોંધાયા હતા. ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે છે જ્યાં કેન્સરના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે એક વાત હતી કે એટલા કેસ સામે તમામના મોત થઈ રહ્યા છે તેનું કારણ શું છે? વૈશ્વિક સ્તરે એવું અવલોકન કરવામાં આવ્યું છે જેમાં સામે આવ્યું કે કેન્સરની મોડી તપાસ મૃત્યુનું સૌથી મોટું કારણ છે. નિષ્ણાતોના મતે, કેન્સરને પ્રારંભિક તબક્કામાં ઓળખી શકાય તો આ ઘાતક રોગથી બચી શકાય.
આ પણ વાચો: Budget 2024: ટેક સેક્ટર માટે કરાઈ આ જાહેરાત, થશે આ ફાયદો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું
AI આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે દેશી ભાષામાં કહીએ તો એક પ્રકારની કુત્રિમ બુદ્ધિ. આ કુત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ કરીને એક સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે. જે સિસ્ટમ તદ્દન માનવીના મગજની જેમ જ અથવા તો તેના કરતાં વધારે સારી રીતે કાર્ય કરવા માટે સક્ષમ હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે કે જેના દ્વારા મશીનો માણસની જેમ જ સરળતાથી કામ કરી શકે છે. શોર્ટમાં કહીએ તો અદ્દલ માણસની જેમ જ નિર્ણય લઈ શકે તેવી બધાજ પ્રકારની જાણકારી તેનામાં ફીડ કરવામાં આવે છે.